પૃષ્ઠ:Nupur Zankar.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૭


( ખંડશિખરિણી. )
“ગગન ઘન અંધારપટમાં
વિરચી અતિ જે ગૂઢ રચના,

લખી લેખો તારાગણ થકી રૂડા જ્યોતિ ઝરતા,
ઉકેલું હું ક્ય્હાંરે વિષમ કંઈ એ ભેદ જગના ?”
પરભૃત કહે — “દિવ્ય પળમાં,”

(ખંડહરિગીત.)
“પ્રિય જનો મુજને તજી
ચાલિયાં નિષ્ઠુર બની,
વ્રણ ફૂંઝાયા નવ હજી,
એ રૂઝશે, ક્‌હો, ક્યમ કરી !”
“દિવ્ય લોકે જઈ રહી.”—
કોકિલાવાણી વહી.

વિષમ સંકટધૂમથી
હૃદય મુજ આકુળ બને;
વિશ્વમાયા ઘૂમતી
ભ્રમણે ચઢાવે જો ! મ્હને,

લોપશે કે ધૂમને ?
ભ્રમણ શમશે કો ક્ષણે ?
હૃદય નિર્મળ કંઈ બને ?