પૃષ્ઠ:Nupur Zankar.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાદ ક્ષણભર પણ ભૂલાયા હશે, ઉચ્ચ પ્રદેશમાં પળવાર પણ સ્થિતિ થઈ હશે, તો હું એ જ મ્હારું જીવનસાફલ્ય માનીશ. દીર ભાવિકાળમાં એ સેવા હારી કવિતા કરશે કે કેમ તે પ્રશ્ન મારા હૃદયમાં વ્યર્થ શા માટે ઘોળું? એ પ્રશ્નનો ઉત્તર કોઈ પણ પક્ષમાં પડો,-, ક્ષણિક જીવનમાં નાચનાર માનવા પ્રાણીને તે સાથે સ્થાયી સંબન્ધ નથી.

તેમ છતાં માનવસ્વભાવને સુલભ આર્દ્રતાથી રસિક વાચકને આ સંગ્રહના અન્તિમ કાવ્યમાં યાચના કરી છે તે વિરોધી આચરણ નહિં ગણાય એટલી આશા રાખુછું અને એ વિશ્વાસમાં રહીને કહુંછું કે -

જો એક અશ્રુ તુજ મ્હેં કદી હોય લોહ્યું,
એકાદ અશ્રુતણું દાન જ યાચું તો હું

વાંદરા
તા. ૧૭ મી જુલાઈ ૧૯૧૪.
નરસિંહરાવ ભોળાનાથ.
 

.