પૃષ્ઠ:Nupur Zankar.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩
જૂના ધ્વનિ.

†(Songs my mother taught me. )

(ગરબી)*
મુજ માડીએ શીખવિયાં જે ગીતડાં,
ગાતાં મુજને હદયે કંઇ કંઇ થાય જો;
સુર અનુપમ એ અમી ભરેલા મીઠડા
ભૂત સમયમાં મુજને ખેંચી જાય જો; –

બાળકી હું માડી-કંઠે ઝૂલતી,
ચુમ્બન મોઘાં માડ લેતી વ્હાલમાં;
ગીતતણી નવ સુરઘટના એ ભૂલતી,
શીખવતી કંઈ રસ સાચવવો તાલમાં.
..................
..................

શીખવું મુજ બાળકીને જૂનાં ગીત એ,
ને નયને છબિ જાની તરતી પ્રીતમાં,
ને હૃદયે વ્હે આંસું છાની રીત્ય એ
શીખવતાં મુજ મા શખવ્યાં ગીતડાં,
_______________________________________
† આ પંક્તિથી શરૂ થતા Dvorakના રચેલા ગીતની છાયા-

  • (આસો માસો શરદ પુન્યમની રાત્ય જો ”—એ ચાલ)