પૃષ્ઠ:Nupur Zankar.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૬


(ખંડશિખરિણી)

હવે એ સૂકાઈ સરિત મુજ સંપત્તિ તણી, ને
ગયા મિત્રો ક્યાંહિ સ્તુતિવચન જૂઠાં ઊચરીચને ?
ભવ-અટવીમાં એકલ ભમું,
અનુભવ નવા શા અનુભવું !” /
(૩.)

(ખંડહરિગીત.)

“ બાલ્યમાં સુખરંગમાં
ખેલું હું ઉલ્લાસથી,
વિશ્વ સહુ મુજ સંગમાં
હસતું તદા ચોપાસેથી.૧૦/



(ખંડશિખરિણી.)

હવે છાયા ઘેરી વિષમ જગના વાદળતણી
મ્હને લેતાં ઘેરી, જગતરચના શ્યામ જ બની;
સકળ થળ ઘેરા સુર સુણું,
સુણું રુદન હાસે પણ ઊંડું.”૧૧/