પૃષ્ઠ:Nupur Zankar.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૭


(૪.)

(ખંડહરિગીત.)

“યૌવને ધારી ગર્વને
અર્ધ જ્ઞાને મત્ત હું;
તુચ્છક્કાર્યા સર્વને,
ત્ય્હારે ન જોતો સત્ય હું.૧૨/



(ખડશિખરિણી.)

ગયા મોહો લાધી સ્મૃતિ, મન હવે જ્યોતિ ઝળક્યો,
પ્રવેશી અંગારે દૃઢતર થયું ચિત્તબળ જો !
મદ ધરી ન કોને અવગણું,
બનિયું દીન દ્વિગુણું૧૩/



( ખંડહરિગીત. )

વિષમ જગઆઘાતથી
યૌવને ધરી ખેદને
વ્યોમતારકમાં મથી
વસવા હું વાઙ્‌છું તે દિને,૧૪/