પૃષ્ઠ:Nupur Zankar.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૯


સૌન્દર્યની દેવીને


(ધૉળ.)*[૧]

આ શો અદ્ભુત દિવ્ય પ્રકાશ આ !
દેવી ! રેલાવતી ચૉપાસ,
નિરન્તર રાસ
રમે દેવી ! વિશ્વમાં.

દેવી ! સૌન્દર્યની અધિદેવતા !
સર્વ સૃષ્ટિ વિશે તુજ નૂર —
તણું વહે પૂર
અલૌકિક વેગથી.

જાતા ગગડી અનન્તતા-આંગણે
ગોળ બ્રહ્માણ્ડના અનાધાર,
સહુ ત્હેની પાર
ગાજે પૂર ઊજળું.

અણુરેણ અનન્ત આકાશમાં,[૨]
સર્વ વિશ્વ વિશે, તરે જેહ,
તાહ પણ તેહ
વહે પૂર ઊજળું.


  1. * ‘રામલક્ષ્મણ વનમાં સીધાવતાં’ – એ પ્રમાણે ચાલ.
  2. x આકાશ = Ether.