પૃષ્ઠ:Nupur Zankar.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦


શ્યામ રજનીતણા આવાસને
ધૉળે કૌમુદીથી પૂર્ણચન્દ્ર
ગાજે ત્યહાં મન્દ્ર
અલૌકિક પૂર એ.

તારાચમકિત તિમિરદુકૂલને
ધારી વિશ્વ જે શાન્તિ-ઉછંગ
પડ્યું, ત્ય્હાં અભંગ
વહે ગૂઢ પૂર એ.

જ્યહાં રજનીતણો વાસ ના વસે
હેવા ભવ્ય જ જે સૂર્યલોક
ત્યહાં વહે ઓઘ
અમલ એહ પૂરનો.

સૃષ્ટિ પૂર્વે નિબિડ અન્ધકારનું
વ્યાપ્યું દશદિશ ગાઢું પૂર,
તહિ પણ નૂર
વહે દેવી ! તાહરું.

દેવી! તું તો જીવનનું જીવન સાચું;
તુજ તેજ વડે વિશ્વતેજ;
પ્રગટ સત્ય એ જ
નિરખ્યું તુજ નૂરમાં.