પૃષ્ઠ:Nupur Zankar.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૨


“પ્રેમના સંદેશ કય્હાં ?”

યશોધરા :—

“તુજ પ્રેમના સંદેશ કય્હાં ?”

બુદ્ધદેવ—

(ખંડહરિગીત.)

“વ્યોમ ભૂરા હાસથી
હસે નિર્મળ વેશમાં,
લખ્યા કમળ કર થકી
સુજ પ્રેમના સંદેશ ત્ય્હાં.

ચન્દ્રિકા સાગરપેટે
સૂતી વેરી કેશ જ્ય્હાં,
લેખની દિવ્ય જ લખે
મુજ પ્રેમના સંદેશ ત્ય્હાં.

મૃત્યુ ને જીવનતણા
તુઙ્‌ગ પ્રૌઢ તરઙ્‌ગ જે
ઝૂઝતા કંઈ કારમાં,
પ્રિય નાથ નિજ તે મહિં ધૂજે;

યુવતિ ભાવ અનન્યથી
સેવતી સ્થિર આશમાં,
આંસુ હૃદયે રોપતી,