પૃષ્ઠ:Nupur Zankar.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૩


કુસુમો બની જે ખીલતાં;—
મુજ પ્રેમસંદેશો ત્યહાં.

ઇન્દ્રધનુ-બુરખો ધરી,
હિમશિખરના દેશમાં,
ઝાંખતી સ્મિત સુન્દરી
ગિરિદેવી—મુજ સંદેશ ત્ય્હાં.

છાતી સરસું દાબતી
બાળ નિજ નવયૌવના,
ચુમ્બનોમાં ઢાંકતી
કંઈ આંસુ ગુઢા ભાવના;—
મુજ પ્રેમના સંદેશ ત્ય્હાં.

ગૂંથતી સરિતા રસે
શુક્રને નિજ કેશમાં,
નાચતી ઉલટે હસે;—
મુજ પ્રેમના સંદેશ ત્ય્હાં.

સ્વર્ગ સાથે જોડતું
મર્ત્ય જીવનને સદા,
શિશુ હસંતું દોડતું;—
મુજ પ્રેમસદેશે ત્ય્હાં.”