પૃષ્ઠ:Nupur Zankar.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૪


આર્તનો પુકાર


(*[૧]ગીત.

દુરિતકૂપે પડ્યો હું હે જગત્ત્રાતા !
લોભન લતા નીરખી મુજ પાય ચૂક્યો–
દુરિતકૂપે૦ ૧

શ્રવણ ન ધરી તુજ વાણી મંગલ,
કૂપમુહ અંધ બની
ચરણ મૂક્યો.
દુરિતકૂપે૦ ૨

કરુણ રુદન સુણી તાત ! ઉગારો,
નીરખવા દિવ્ય પ્રભા
હું અતિ ભૂખ્યો—
દુરિતકૂપે૦ ૩  1. *
    • मधुररूपे बिराजो हे विश्वराजा એ બંગાળી ગીતની
    ચાલ. રાગ-જંગલો, સોરઠ, અને કાંઈક અંશે ગૌડસારંગ-એમ મિશ્રણ જણાય છે. તાલ, ટપ્પો.