પૃષ્ઠ:Nupur Zankar.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૮


ગાન ઘેરાં ગાઈને
અંતરિક્ષે તે સમે
પ્રિમ ઉભો કુસુમની
વૃષ્ટિ કરે; તું ઝીલી લે. ૫



શૂન્યહૃદય મુગ્ધા.

ગીત.*[૧]


( સોરઠ, ત્રિતાલ. )

સુખદ આ વસન્તમાં ભૂલી ભાન, વિવશ તું કાં બની સજની ?
વીખરી તુજ વાળ રહ્યા ઠરી ભાળ,વિવશ તું કાં બની સજની સુખદ૦ ૧
લ્હેરંતી જ્યોત્સ્ના આકાશે, ચંદા સ્મિત નિજ તેથી પ્રકાસે,
ઢાળંતી મલ્લિકા ચોપાસે ઢગલિયો સુગન્ધની સજની. સુખદ૦ ૨
જો શું બપૈયા બોલ ઉચારે, પિઉપિઉ કરીશા મધુર પુકારે,
કુહૂ કુહૂ સહુ કુંજાગારે, વાણી કોકિલા તણી સજની. સુખદ૦ ૩
હસે ચંદ્ર જો મધુરે હાસે, આ મુખચંદ મલિન કાં ભાસે ?
કરે ગાન પંખી ઉલ્લાસે, અબોલા તું કાં ઘણી સજની ? સુખદ૦ ૪
ચાલ્ય કુંજ વીણી માલતિ ખીલી, માળા ગુંંથિયે ઊઠ્ય હઠીલી !
ગીતડાં ગાઈ ગાઈ રસીલી ! સુખે ગાળિયે રજની સજની ! સુખદ૦ ૫




  1. * મોરે ઘર આજ રંગીલી રૅન, પ્રીતમ પ્રાહુના મહારાજ.’ — એ ચાલ.