પૃષ્ઠ:Palkara.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બદનામ
99
 

“એક તો મને મારા વાજાની પેટી આજની રાત બજાવવા આપો; ને બીજું, જે પોશાક પહેરીને મેં મારા રાજની ચાકરી ઉઠાવી હતી તે પહેરીને જ મને મરવા દ્યો.”

“કયો પોશાક વળી ?”

“મારી લૂંગી, મારો ડગલો ને મારા માથા પર બાંધવાનો રૂમાલિયો; મારે ઘેર પડ્યાં છે.”

“વારુ.”

ઝાંખી બત્તી લઈને મૃત્યુનો દૂત બહાર નીકળ્યો.

વાજાની પેટી આવી; પોશાક પણ આવ્યો.

[7]

આખી રાત કોઈ પાગલની પેઠે એ ઓરત વાજું બજાવતી રહી. બજાવતાં બજાવતાં એનું શરીર મૃત્યુ-નૃત્ય કરતું હતું. એના વાળની લટો ધૂણતી હતી. એ માનવી મટીને જાણે વંટોળિયો બની ગઈ હતી.

પ્રભાતે જ્યારે એક અફસર આવીને એની તુરંગમાં ઊભો રહ્યો, ત્યારે જ એને રાત વીતી ગયાની જાણ થઈ.

“આપ તૈયાર છો ?” અફસરે પૂછ્યું.

ઓરતે ઊંચે જોયું; ઓળખાણ પડી : પોતાના કીર્તિ-જીવનને પ્રથમ પ્રભાતે ‘બડા સા’બ’ની ઑફિસ સુધી સંગાથે ચાલ્યો હતો તે જ જુવાન ઑર્ડરલી.

ઓરતે ઊઠીને પૂછ્યું : “ઓહો ! આજે પણ ફરીથી શું આપણે જોડાજોડ ચાલવાના ?”

યુવાન અફસરે ડોકું ધુણાવ્યું. એને પ્રથમનો મેળાપ યાદ આવ્યો.

તે દિવસે એણે કીર્તિને પંથે સાથે કર્યો હતો : આજે કાળની વાટે.

મર્માળ હસતી હસતી એ મૃત્યુનો સ્વાંગ સજવા માંડી : અરધો ડગલો પહેર્યો, માથા પર રૂમાલ બાંધવા લાગી.

“અહીં ક્યાંય આરસી હશે ?” એણે જુવાનને પૂછ્યું,

“આ ચાલશે ?” કહેતાંની સાથેસાથે જુવાને પોતાની કમરેથી તલવાર