પૃષ્ઠ:Palkara.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
101
101
 

લીધું. બંદૂકોની ચાંપો પર આંગળી મૂકી.

બૅન્ડ બજતું જ રહ્યું.

કેમ આમ ? કેમ સમય જાય છે ? કેમ છેલ્લી ક્રિયા થતી નથી ? બધી આંખો જુવાન અફસર તરફ હતી. તલવારની છેલ્લી નિશાની એણે કરવાની હતી. તે નિશાની પછી જ બંદૂકો છૂટવાની હતી.

એ કેમ નિશાની દેતો નથી ? એના હાથમાં તલવાર કેમ ઠરી ગઈ છે : એ શું ઊંઘી ગયો ? એ ઓરતની સામે કેમ જોઈ રહ્યો છે ?

બૅન્ડ બજી રહ્યું છે : સમય જાય છે.

વડા અફસરનો હુકમ થયો : બૅન્ડ થંભ્યું. ચાર ઑર્ડરલીઓ દોડ્યા. જુવાન અમલદારને એ ચારેય જણા મેદાનની બહાર ઘસડી ગયા.

એનું સ્થાન નવા અફસરે લીધું. ફરીથી બૅન્ડ બજ્યું. એક પલમાં તો નવા અફસરની સમશેરની પીંછીએ ઓરત તરફ તાક દીધી.

એકસામટી ત્રીસ બંદૂકો વછૂટી.

મેદાન ઉપરથી જ્યારે તમામ ચાલ્યા ગયા હતા ત્યારે એક વૃદ્ધ ઊભો હતો. ઊભો ઊભો એ ઓરતની લાશને મૂંગી સલામી દેતો હતો.

એ હતો લશ્કરી છૂપી પોલીસનો સર્વોપરી અધિકારી કે જેણે આ બદનામ ઓરતને પ્રથમ દિને નોકરી આપી હતી.