પૃષ્ઠ:Palkara.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
110
પલકારા
 

ક્હ્યું “હવે હું તૈયાર છું, બંધુ !”

કુહાડી પરોણાના હાથમાં સહેજ ટટ્ટાર થઈ.

“બે જ પલ” કહેતો તાઈ ફરીથી ચાલ્યો : તોયાના ખંડના ઉઘાડા રહી ગયેલા બારણા પર ગયો. રખે જાણે કોઈક બાળકની સુંવાળી આંગળીઓ ચગદાઈ જવાની હોય ને, એવી ધીમાશથી બારણું બીડ્યું : સાંકળ ચડાવી.

તોયાના બાલગીતના સ્વરો પેલી બાજુથી જાણે જીદ કરતા, અંદર માવવા કરગરતા, બારણાની ઝીણી ચીરાડો વાટે સંભળાવા લાગ્યા. એકસામટી અનેક નાની દીકરીઓ જાણે દબાયેલા સ્વરે કહેતી હતી કે “ઉઘાડો, બાપુ, ઉઘાડો !”

તાઈ પાછો આવ્યો; હસતો હસતો ખુલાસો કરવા લાગ્યો : “તોયા દીકરી નાહકની અત્યારથી જ ગભરાઈ ઊઠે; નાહક એની નીંદ બગડે. ને, ભાઈ, કુહાડીનો ઝટકો કાંઈ ત્યાં સંભળાયા વિના રહે, ભાઈ ! હા-હા-હા.” એ હસ્યો – પણ અતિ હળવું.

“હવે મને એક વાર કહે બંધુ ! – તોયાને તું સ્વીકારશે ?”

મિત્રે મૂંગી હા પાડી.

“એને સુખી રાખવા માટે તું પ્રાણ સુધ્ધાં પ્યારા નહિ કરે ને ?”

“તોયાને હું પ્રાણ સાટે પણ સુખી કરીશ.”

“બસ ત્યારે.” મિત્રનો ડાબો હાથ ઝાલીને તાઈએ બોસો ભર્યો. ગરદન ઝુકાવી.

જલ્લાદની કુહાડીનો ઝટકો તોયાના ગીત-સ્વરોમાં ઝિલાઈ ગયો, ને મિત્રનું મસ્તક સુંવાળા ગાલીચા પ૨, કશા પછડાટ વગર સરી પડ્યું. ગાતી તોયાનાં પોપચાં જ્યારે ઘેરાવા લાગ્યાં ત્યારે ચાદરની સોડ ખેંચતાં ખેંચતાં એણે લાંબે અવાજે કહ્યું : બા-પુ-જી ! હવે ક્યારે આવો છો ?”

4

હણેલા મિત્રની માલમિલકત તેમ જ ધંધોરોજગાર પોતાને હસ્તક લઈ આ ભેદી પુરુષ પોતાનો ધંધો ચલાવ્યે જાય છે. પોતાની રિદ્ધિસિદ્ધિ