પૃષ્ઠ:Palkara.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
112
પલકારા
 

“તારા અઢારમા વર્ષનું સવાર બાપુએ વસિયતનામાની અંદ૨ નોંધ્યું છે. ખરું, તોયા ?”

તોયાએ ખિસકોલીની પેઠે માથું ઝુકાવ્યું.

“તોયા, અઢારમી વર્ષગાંઠ માટે આ બે ચૂડીઓ લાવ્યો છું.”

તોયા ઊંચું ન નિહાળી શકી.

“પહેરશે તું ?”

“શા માટે નહિ પહેરું ?”

“તારી રાજીખુશીથી ?”

“બાપુની આજ્ઞાના પાલન સિવાય હું બીજું કશું જ નથી વિચારતી.”

ચોટલાને છેડે ગૂંથેલા ફૂલની પાંદડીઓ તોડતી એ ઊભી રહી.

“પરંતુ મારી ને તારી ઉમ્મર વચ્ચેનો ભેદ તેં વિચારી જોયો છે ?”

“વિચારીને શું કરવું છે ? બાપુને ગમેલું કરવા માં જ મને સુખ છે.”

“તારા બાપુની આજ્ઞા છે, તે છતાં પણ હું તને મોકળી કરવા તૈયાર છું - જો તારી ઇચ્છા બીજે ક્યાંય ઢળેલી હોય તો.”

“બાપુની આજ્ઞાની બહાર મારું સુખ ન હોઈ શકે.”

હણેલા મિત્રની યાદ ઉપર આ જલ્લાદ આઠ વર્ષથી તર્પણ કરતો હતો; ‘મારી તોયાને સાચવજે ને સ્વીકારજે’ એટલા સંદેશા ઉપર એણે પોતાની જુવાની ઢોળાઈ જવા દીધી હતી. મન તોયાને જતી કરવા તૈયાર નહોતું; પણ ઇચ્છાવિરુદ્ધ તોયાને પોતાની કરવી નહોતી. ભાવતું તે બન્યું : તોયાને તેણે વળતે પ્રભાતે પોતાની કરી; તોયાના હોઠ પર ચુંબન ચોડ્યું.

[5]

“આટલી રાતે મને એકલી મૂકશો ?”

“શું કરું ? કોમના હિત માટે જવું પડે છે.”

“મને આ ઘરમાં એકલાં ગમતું નથી.”

“હું તને સારી સોબત મળે તેવી ગોઠવણ કરી દઉં.”

“પાછા ક્યારે આવશો ?”

“મામલો બહુ ભયાનક બનતો જાય છે; છતાં જેમ બને તેમ