પૃષ્ઠ:Palkara.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જલ્લાદનું હૃદય
119
 

મોચીને પૂછ્યું : “ગોરી ગલી કેણી મેર આવી ?”

મોચીએ ઊંચે જોયું : મોં મલકાવ્યું ! જોડામાં સોયો ઘોંચતાં ઘોંચતાં મોચીએ ગાન લલકાર્યું :

મુશ્કીલસે કટતી હૈ રાત
હાં રે હાં, મુશ્કીલસે કટતી રાત !
પ્યારે, તોરી કેસી શરમ કી હૈ બાત !

વ્યંગ કરીને એણે ફરીથી ઘરાકને નિહાળ્યો; કહ્યું : “ભેળું ખાંપણ બાંધીને જજે, ભૈયા ! એ જો… આમ રિયો ગોરી ગલીનો રસ્તો.”

સોયાની અણી વતી એણે સ્થાન સૂચવ્યું.

[7]

સાંજે દીવાઓની ચાંપો દબાણી, ત્યારે એ ઊઠીને શહેરની મશહૂર ગોરી ગલી તરફ ચાલ્યો.

ઝાકમઝોળ દિવાળી જામી પડી હતી : બારીએ બારીએથી ડોકાતા. ચહેરા જાણે કોઈ તોરણમાં પરોવાઈને ટીંગાતા હતા : વીજળીનો પ્રકાશ એ મોઢાંની અકાળે ચિમળાયેલી પાંદડીઓને હસતો હતો. છુરીવાળા રખેવાળો નીચે ચોકી કરતા હતા. સુંદરતા અને હિંસા કેટલાં થડોથડ આવી ગયાં હતાં ! ફૂલવાડીને સાચવવા સાપો ફરતા હોય છે.

પ્રકાંડ અટવીમાં તોયાને શોધવા નીકળવું હાસ્યજનક હતું. આંટા મારવાથી વહેમ નોતરવા જેવું થાય. પણ કુહાડાવાળો તો અર્ધ ગાંડો ને અર્ધ ગરીબ ભિખારી તરીકે ખપી ગયો. એણે ટીકીટીકીને ચહેરા નિહાળ્યા. એમ આઠ દિવસ સુધી કુહાડાવાળાએ ભટક્યા કર્યું. આઠમી સાંજે તોયાને દીઠી. એક મકાનની અંદર એ દાખલ થયો ત્યારે દરવાજા પરનાં માણસોનું લક્ષ ખેંચાયું નહિ.

“તોયા ! મારી તોયા !” એણે અવાજ દીધો.

સંગીતભર્યા વાતાવરણમાં જાણે સીડી માંડીને સ્વરે ઊંચે ઝરૂખા પર ચડ્યો. તોયાએ સ્વરને પારખ્યો.

તે જ ટાણે તોયાની મુલાકાતે એક મહેમાન આવ્યો છે. એના