પૃષ્ઠ:Palkara.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ધરતીનો સાદ

લાણી પૂરી થઈ હતી. ખળાવાડોમાં સોનાવરણા પાકના ઓઘા ખડકાઈ ગયા હતા. આજ વરસ દા’ડાનું મોટું પર્વ હતું. કોસ, સાંતી ને ખળાં છોડીને લોકો તહેવાર ઊજવતાં હતાં. તૂટી ગયેલાં શરણાઈ અને ત્રાંબાળુ ઢોલ ગામલોકોએ ફાળો ઉઘરાવીને હજુ ગઈ કાલે જ શહેરમાંથી મરામત કરાવી મગાવ્યાં હતાં. હીંચના તાલમાં સ્ત્રી-પુરુષોનું કૂંડાળું ઝૂલતું હતું. એક નાનો એવો માનવસાગર લહેરે ચડ્યો હતો.

એકાએક તડબડ તડબડ ઘોડાના ડાબલા ગાજ્યા, અને લોકોનું કૂંડાળું ચોકમાંથી ખસી શકે તે પહેલાં તો અરબી ઓલાદના સાત-આઠ અશ્વો ધૂળ-ગોટા ઉડાડતા પસાર થઈ ગયા.

ઘોડાની હડફેટમાં આવી ગયેલું ત્રણ વર્ષનું એક બચ્યું ને એક કુરકુરિયું બાજુ બાજુમાં જ ઢળી પડ્યાં, ને બન્નેના લોહીની નીકો એકબીજામાં મળી જઈ એક ધારા બંધાઈ ગઈ.

ગામલોકોનું ચક્કર રચાઈ ગયું, ને બાળકની માનવ-માતાના તેમ જ ચોરાની ચોકીદાર કૂતરીના ઓયકારામાંથી એક સંયુક્ત સૂર બંધાયો.

એ રુદનસૂરની અંદર ડાકલાના ઘોષને મળતું એક અટ્ટહાસ્ય સંભળાયું. સાત ઘોડેસવારો માંહેલો એક જણ પછવાડે જોઈને હસતો હતો.

ઘવાયેલાં બન્ને ગામ-બાળકોના પછાડ પર પાણી સીંચીને લોકોએ માનવ-બાળને ચોરાના એક ખાટલા પર સુવાડ્યું. ત્યાં ગામ-ઝાપા ભણીથી બૂમ પડી : “એલા એ હે…ઈ ! આંહીં આવો આંહીં. કો’ક માતાને વડલે કાંક કાગળિયો ચોડી ગયું છે.”

પટેલનો છોકરો પાંચિયો શ્વાસભર્યો દોડતો આવ્યો. એણે ખબર દીધા

122