પૃષ્ઠ:Palkara.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
126
પલકારા
 

કરો.”

માબાપો છોકરાંને ખભે ચડાવીને અટારી પરના રાજ-પ્રતિનિધિને બતાવવા લાગ્યાં.

“ખડે રહો !” ફોજદારની હાકલ પડી.

ટોળું અટારીની સન્મુખ થંભી ગયું. ઊંચે સૂબો ઊભો છે. બીજા પણ ત્રણ-ચાર સત્તાધીશો છે. સર્વના હાથમાં સિગારેટ છે. સુગંધી તમાકુના ધૂમ્રગૂંચળા તેઓની મૂછોના વળને જાણે કે લંબાવી આસમાને લઈ જતાં હતા.

સત્તાધીશોની આંખો દોંગાઈભરી ત્રાંસી દૃષ્ટિ નાખી નાખી પ્રત્યેક અર્ધનગ્ન શરીરને અવલોકતી હતી. તેઓના પરસ્પર હાસ્યખખડાટને સાંભળી લોકો એકબીજાની સામે નીરખી રહ્યાં. સૌને એમ લાગતું હતું કે આપણાથી કંઈક બેઅદબી થઈ જતી લાગે છે. પણ પોતાના વર્તનનો દોષ કોઈ પકડી શકતું નહોતું.

આખરે જ્યારે હાકેમનું હાસ્ય વધુ જોર પર ચડ્યું ત્યારે ગામડિયા સ્ત્રીઓએ પોતપોતાના જ દેહ ઉપર નજર ફેરવી. ધાવણાં બાળકો જેઓની છાતીએ ચોટેલાં હતાં તેવી કેટલીકોએ ભાન આવતાં પોતાના ઉઘાડા રહી ગયેલા સ્તન-ભાગો ઉપર છેડા ઢાંક્યા.

પણ છેડામાં યે લીરા ઇવાય કશું બાકી રહ્યું નહોતું. કંગાલિયત અને બેશરમ વચ્ચેની રેખા જ્યાં ભૂંસાઈ જાય છે તે અવસ્થા આ કિસાનપત્નીઓની હતી.

“શું છે આ બધું !” સૂબાએ અવાજ કર્યો : “શી ચળવળ માંડી છે. રાજ સામે ? કોણ છે તમારા મોવડી ? મોં બતાવે જલદી.”

ટોળામાંથી માર્ગ કરીને એક જણ મોખરે નીકળ્યો. એ હતો પેલા વડવાળા ગામનો પટેલ.

થોડી વારે ધક્કામુક્કી કરતો એક દસ વરસનો છોકરો બહાર નીકળ્યો. એ હતો પટેલનો છોકરો પાંચિયો. પાંચિયો બાપની બાજુએ જઈના ઊભો રહ્યો.

“કોણ તું આ કાવતરાખોરોનો સરદાર છે ?” સૂબાએ સહાસ્ય પ્રશ્ન