પૃષ્ઠ:Palkara.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
141
 

લ્યો.”

[6]

‘ઘોડેસવારી’ના વિષયની ઘણી ઘણી ચોપડીઓનાં અવલોકન લખનાર છાપાવાળો ડાકુઓના ઘોડા ઉપર દાણાની ગુણી જેવો લબડતો જતો હતો. એક તો લૂંટારુ ટોળીના ઘોડાની તગડ, બીજું ડુંગરાળ રસ્તા, ને ત્રીજું પોતાનું શું થશે તેની ચિંતા – ત્રણ વાતોએ વર્તમાનપત્રોના હોશ ઢીલા કરી નાખ્યા.

વચમાં નદીનેરું આવતું ત્યારે પાંચો પોતાની ટોળીને થંભાવતો, ને સાથીઓને હુકમ કરતો કે “ઈ છાપાવાળાના મોં ઉપર પાણી છંટકારતા રે’જો, લૂગડું ભીંજાવીને એના મોંમાં નિચોવતા આવજો. નીકર ઈ છાપાવાળું નાહકનું મરી જશે.”

ડાકુને મન છાપાવાળો નાન્યતર જાતિનું જ પ્રાણી બન્યો હતો. નાન્યતર શા માટે ? – છાપાવાળાની બેહાલ જિંદગીએ એની શકલને પશુવત્ કરી નાખી હતી. તે માટે, કે એની તુચ્છતાને કારણે, તે તો સમજાતું નહોતું. પણ વર્તમાનપત્રીને રસ્તામાં જ એક વાત સમજાઈ ગઈ હતી કે ડાકુ પોતાના પ્રતિ માયાળુ વર્તાવ રાખી રહ્યો છે.

પહાડોમાં પહોંચીને લૂંટારાઓએ રસીબંધ છોડ્યા કે તુરત વર્તમાનપત્રી ઢગલો થઈને ધરતી પર પટકાયો. જાણે બટાટાની ફાંટ ફસકી પડી.

બીજી જ પળે એ ટટ્ટાર બન્યો. ગજવામાંથી ફાઉન્ટન પેન કાઢીને પોતાના પાકીટ તરફ ચાલ્યો.

“હેઠો મર.” ડાકુએ ત્રાડ પાડી : “શું છે ?”

“મારે ડિસ્પેચ લખવો છે.”

ડાકુને આ ભાષાનું જ્ઞાન નહોતું. એણે ઠેકડી ગણીને ડોળા ફાડ્યા : “શું છે ?”

“મારે અહીંનો અહેવાલ માર છાપા ઉપર લખી મોકલવો પડશે.”

“એટલે શું તારે અમારી બાતમી પોગાડી દેવી છે ? આ દીઠી ? ફૂંકી