પૃષ્ઠ:Palkara.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
150
પલકારા
 

[9]

પાંચાએ કોઈ જાદુગર જોયો.

ખેડુ-પુત્રને વિસ્મય થયું, કે આઠ હાથની ઓરડીમાં બેઠેલા આ નાનકડા આદમીની આંખ સારા દેશનું તરણે તરણું શી રીતે ગણી રહેલ છે !

નકશા ઉપર દોરેલ લાલ-વાદળી લીટાની પાછળ દેશની બેહાલીના આંકડા સંઘરાઈ ગયા હતા. આંકડાઓએ આ અડબૂતને ઝડપી ભાન કરાવ્યું. આંકડાની અંદર એણે જાતભાઈઓની ગરીબીના, દુર્દશાના, મુર્દાંના ઢગલા દીઠા. પોતાના યશોગાનની એ ડાકુને આજ પ્રથમ વાર શરમ ઊપજી.

“પણ – પણ –” એનું ડાચું બોલવા યત્ન કરી રહ્યું : “તમે તો અક્કલવંત છો. તમે કાંઈ ઉકેલ બતાવશો ?”

“ઉકેલ એક : આજથી નક્કી કરો, કે ‘પાંચાનો જય’ નહિ, પણ જન્મભોમનો જય : જે જય પુકારતાં હજારો દેશ-જુવાનોનાં રૂંવાડાં ખડાં થાય.”

“એટલે ?”

“એટલે એક પાંચસો-હજાર ઘેટાંના ટોળામાં વરુની જેમ ‘બહાદુર’ ન રહે, પણ ઘરેઘરથી એકેક પાંચાને ખડો કરે.”

બહારવટિયો અર્ધસ્પષ્ટ મને તાકી રહ્યો બોલ્યો : “મને હકમ આપો. તમે મને કહો કે શું કરું ?”

“હાકલ કર. દેશના એક છેડાથી બીજા છેડા લગી તારો સાદ પહોંચાડ, કે પાઘડીનો આટો લઈ જાણતા એકેએક જુવાન નીકળી પડે. ખોરાકી-પોશાકી હું પૂરી પાડીશ. તું ફોજ જમાવ. એને કવાયતુ શીખવીએ, એને શિસ્તના પાઠ પઢાવીએ. નિશાનબાજી અને કિલ્લેબંદીમાં પાવરધા કરીએ, પછી –”

“પછી ?”

“પછી તાવડીમાંથી રોટલો ઉથલાવે તે રીતે રાજપલટો કરવો. ધરમરાજની ધજા ચડાવવી. પાંચાનું રાજ નહિ પણ પ્રજા સમસ્તનું રાજ