પૃષ્ઠ:Palkara.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
161
 

“આપણાં બાંધવ-બહેનો ?” પાંચો ઉગ્ર બન્યો : “એ-ના એ જમીનદારો, ઠાકોરો, કારખાનાંના માલકો, ઉમેરાવો, જૂના નોકરો એ બધા આપણા ભાઈઓ કેદુકના ? હું ઠીક કહું છું; હજી અમારી જરૂર પડશે તમને.”

“પાંચાભાઈ ! રાજનીતિમાં તમે ન સમજો.” સેનાપતિએ બહારવટિયાનો તેજોવધ કર્યો.

“તો હું એકલો જ ભાઈજીની જોડે રહીશ.” પાંચાનું દિલ વહેમાયું હતું.

“તોપણ ત્યાં બધા વહેમાશે, ને નાહકની એકસંપી તૂટી પડશે.” સેનાપતિએ ભાઈજીને કાને દલીલો છાંટી.

આખરે ભાઈજીએ પાંચાને નિર્ણય જણાવ્યો : “ભાઈ, સહુને મારા સલામ બોલો, શાંતિપૂર્વક ઘેરે મોકલો. તમે પણ તમારે ગામ જઈ થાક ઉતારો. ને જતાંની વાર જ પહેલું કામ ખેડૂતોના જમીનહક્કનો ધારો કરવાનું હાથ ધરીશ.”

“જેવી ભાઈજીની મરજી; પણ જુઓ –” એ સેનાપતિ તરફ ફર્યો. “હું જાઉં છું. પણ કહેતો જાઉં છું કે જો આ ભાઈજીના શરીરનો એક વાળ પણ વાંકો થયો છે, તો જાણજો, કે પાછો પાંચો તમારો કાળ બની આખા મુલકને પ્રજાળી દેશે.”

“કશી ચિંતા ન કરજો. પાંચાભાઈ ! જરીકે ચિંતા ન કરજો.” સેનાપતિના કુટિલ શબ્દોમાં એની આંખોની માર્મિક મૂક વાણીએ મેળ સાધ્યો.

બહાર જઈને પાંચાએ ફોજને વિદાયની વાણી સંભળાવી : “ભાઈઓ ! હવે આપણે રાજનગર નથી જવાનું. સૌ પોતપોતાને ઘેર સિધાવો. ભાઈજીનું એમ કહેવું છે.”

જળજળિયાં ભરેલી એની આંખોએ પાંચ હજાર સાથીઓનાં મોં ઉપર કઈ વહાલું સ્વજન મરી ગયા જેટલો શોક નિહાળ્યો.

“ભાઈઓ ! આપણે – આપણે ખૂબ ગમ્મત કરી. ફરી પાછા માલિક