પૃષ્ઠ:Palkara.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
163
 

ઘાટી છાશ મળવા લાગી.

ઘણીવાર વરવહુ નાનાં પાડરું-વાછરુંની વાત પર ઝઘડી ઊઠતાં. સ્ત્રીના સ્વભાવ પ્રમાણે વહુ વાછરડાંને પેટ ભરીને ધાવવા નહોતી દેતી. પાંચો રાતમાં છાનોમાનો એ ભૂખ્યાં વાછરુંને છોડી મૂકી ધવરાવી દેતો. વહુ વરને ગાલે હાથ ઉગામીને કહેતી કે “જોઈ છે આ અડબોત ?”

વરને પ્રથમ મિલન વેળાની લપાટ યાદ આવતી ને એ જવાબ દેતો : "મુરતમાં જ જોઈ લીધી છે. આખો જનમારો એ જ ખાવી રહી છે ને હવે તો !”

એવા મીઠા ગૃહક્લેશ ચાલતા; ને બીજી તરફથી ગામોગામની માનતાઓ પણ પાંચાને આંગણે આવતી : પાંચાની નાડી ધોઈને પાયેલ પાણીથી ઓરતોને આડાં ભાંગતાં, ને ઊછરતાં બાળકોના બાળમોવાળાં પાંચાને પગે લગાડ્યા પછી જ ઉતારવામાં આવતાં.

દશેરાને દિવસે પાંચાના ગામને પાદર ઘોડેસવારોનાં દળકટક ઊતરતાં ને ઘોડદોડની હરીફાઈઓ રમાતી.

પાંચાભાઈ મુલકભરમાં પૂછવા ઠેકાણું બન્યો.

પણ પાંચાને જંપ નહોતો. એની નજર રાજનગરના ગઢકાંગરા પર તાકી રહેતી. આવતાં-જતાં પ્રવાસીઓને એ પૂછ્યા કરતો કે “ભાઈજી શું કરે છે ?”

લોકો ખબર લાવતાં : ભાઈજીને તો ધજાપતાકાનું ને તોપોની સલામીનું અનોખું માન મળ્યા કરે છે !

રોજ રાતે નગરમાં મહેફિલો ઊજવાય છે. ભાઈજીને અમીર-ઉમરાવો ઝૂકી ઝૂકી સલામ કરે છે. દારૂ પિવાડે છે, પોતાની ઓરતો ભેળા નાચ નચાવે છે.

રાજસભામાં ભાઈજી જ્યારે ખેડૂતોના હિતનાં ભાષણો કરે છે ત્યારે કેટલાક કલાકો સુધી સાંભળ્યા કરતા અમીર-ઉમરાવો ને લશ્કરવાળાઓ વારંવાર તાળીના ગગડાટો કરે છે !

– ને રાજનગરમાં તો પાકી સડકો, વીજળીની બત્તીઓ, ક્રીડોદ્યાનો,