પૃષ્ઠ:Palkara.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
165
ધરતીનો સાદ
 

ચિતરાવી પાંચાએ પાટનગર પર બીડ્યા.

એકેયનો જવાબ આવ્યો નહિ.

સેનાપતિના અમલદારો આવી આવીને પાંચાને સતાવતા હતા. એના ઉપર ઢોરોની ચોરીલૂંટના આળ ચડતાં.

હતાશ અને અપમાનિત પાંચો અફીણની લતે ચડ્યો. છ મહિને તો ડૂલી ગયો.

[15]

એક દિવસ અધરાતના સુમારે પાંચાના ઘર સામે એક ભાડાત સાંઢિયો ઝોકારાયો. પાછળની બેઠકમાંથી ઊતરતો ઉતારુ ગોથું ખાતો ખાતો રહી ગયો. સાંઢણી-સવાર ભાડું લઈને ઊપડી ગયો.

મહેમાનના હાથમાં એક પાકીટ હતું ને બગલમાં એક કૅમેરા લટકતો હતો.

ઢોલિયા ઉપર ઘોરતા પાંચાભાઈને એણે ઢંઢોળ્યો : “ભાઈ હવે કિયે સ્વાદે નસ્કોરાં ઢરડે છે ? ઊઠવાનો સમય થઈ ગયો.”

“હે-હે-હે ખડેલી ! આઘી મર !” એમ બોલતાં બોલતાં પાંચાએ ઊંઘમાં પગની લાત નાખી. અફીણના કેફમાં એ ગરકાવ હતો.

એના મનમાં થયું કે ઢોલિયા કને પાડી આવેલ છે.


પરોણાએ એના કાનમાં બૂમ પાડી : “પાંચાભાઈ ! ભાઈજી ખલાસ ! કામ કાઢ્યું બેટાઓએ !”

સ્વપ્નમાં ભણકારા સંભળાયા હોય તેવી નઘરોળ હાલતમાં પાંચો બેઠો થયો. બેઠાં બેઠાં એણે માથું ખંજવાળ્યું. નસ્કોરાં ફરીથી બોલ્યાં, એણે મોં ચોળ્યું અને પૂછ્યું : “શું છે ? કોણ છો તું, કાળજીભા ?”

“પાંચાભાઈ !” મહેમાને ઉત્તર દીધો : “ભાઈજીને તો ગઈ કાલે રાત્રે ગોળીથી ઠાર કર્યા.”

“કોણે ?” હજુ એ અર્ધનિદ્રાની બેપરવાઈમાં જ રમણ કરતો હતો.

“સેનાપતિએ, ઉમેરાવોએ ને ઠાકોરોએ રાજમહેલમાં જ એને ઘેરી લીધા. ભાઈજી કહે કે બે ઘડી ખમો તો છેલ્લું કામ કરી લઉં. પછી