પૃષ્ઠ:Palkara.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માસ્તર સાહેબ
17
 

હૃષ્ટપુષ્ટ બનાવી નાખતા, કોઈ ગ્રીષ્મના તાપે ગભરાતા શ્રીમંતને શરબતનું પ્યાલું દેતા, કોઈ દુર્બલ દમલેલને પોતાનો આસવ પાઈ ટટ્ટાર બનાવતા, અજોડ ઇલમી, રસાયનના જાણભેદુ પ્રકૃતિના પરમતત્ત્વને પારખનારા અદ્વિતીય જ્ઞાની પ્રો …! ઈશ્વરથી બીજે દરજ્જે જગતમાં સર્વવ્યાપક બની એ ઊભા હતા. બાર મહિના પૂર્વેના એક અંધારી હાઇસ્કૂલના ‘ફિફ્‌થ બી’ ક્લાસનાં સૂત્રો ગોખતા માસ્તર સાહેબને આવા એક તારણહારની કક્ષાએ મૂકનારી એ જાહેરખબરો હતી. વિશ્વનાં સત્યાસત્યના અવિચલ ગણાઈ ગયેલા નિયમોને ઉથલાવી શૂન્યમાંથી મેરુ સર્જનાર ને દિવસમાંથી રાત્રિ ઊભી કરનાર એક નવી જગશક્તિ જાગી ઊઠી છે આ લોકમાં ને તે છે પ્રસિદ્ધિ. જગતનો નિયંતા પણ એની કને પરાજિત બની ઊભો છે. ધરતી પર રોજ રોજ કંઈક દટ્ટણ પટ્ટણ કરતી, પ્રકમ્પો જગવતી, લીલાઓ રમતી, ઇંદ્રજાળો રચતી, વિશ્વમોહિની શક્તિ છે પ્રસિદ્ધિ. છાપવાનાં યંત્રો છે એનાં દળકટક. મુદ્રણકલાના હજારો નાનામોટા નવેશો છે એ નર્તકીના ઉસ્તાદો. અસત્ય છે એનું ગાન. એ વિશ્વમોહિનીએ આજના જગતને કામરુદેશ કરી મૂકેલ છે.

પ્રોo… ને એણે જીવન-સાફ્લ્યનો કેવો મીઠો કેફ કરાવ્યો ! હવે તો હંમેશાંને માટે હજામત ભૂલી જઈ, બીજી તમામ ઇચ્છાઓ આકાંક્ષાઓથી પરવારી પ્રોફેસર પોતાની રસશાળામાં જ તલ્લીન બન્યા. નવાં નવાં મિશ્રણોના પ્રયોગો કરતા એ કાચના નાનામોટા સરંજામને પોતાનું નાનું એવું કુટુંબ કલ્પીને દિવસ-રાત વિતાવવા લાગ્યા. પ્રસિદ્ધિ એની દાસી બનીને ગલીએ ગલીએ એને લોકોના લાડીલા કરી રહી છે એ વાતમાં એણે પોતાની કૃતાર્થતા માની. ધનપતિ માલેકો ખુદ એમનાં નામોને અંધારામાં રાખી મારું એકલાનું જ આવું ભપકાદાર કીર્તિમંદિર ચણી રહેલ છે, એ વિચારથી પ્રોફેસર લગભગ ગદ્‌ગદિત બની જતા હતા. જાહેરખબરોનાં ચિત્રમય પતાકડાં દેખી દેખી એમને તો ખાતરી જ થઈ ગઈ હતી, કે સાચેસાચ પોતે અસંખ્ય દુઃખપીડિત સ્ત્રી-પુરુષોને તેમ જ બાળકોને આ દવાઓથી નવજીવન બક્ષી રહ્યા છે. આ વેળા એમને હાઇસ્કૂલના ‘ફિફ્‌થ બી’ ક્લાસનાં