પૃષ્ઠ:Palkara.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
18
પલકારા
 

દીવાલ-વચનો યાદ આવતાં, ને પોતે મનમાં મનમાં બોલતાં કે ખરું છે ! - गुणा: पूजास्थानं गुणीषु… विद़्वान सर्वत्र पूज्यते વગેરે વગેરે. પોતાના કદરદાન માલિક જ્યારે જ્યારે નામાંકિત નગરજનોને રસશાળા જોવા લઈ આવતા ત્યારે ત્યારે પ્રોફેસર હર્ષઘેલડા બની જઈ, દોડાદોડ કરી મૂકી, યંત્રો દ્વારા એ નગરજનોને બતાવી આપતા કે “જુઓ સાહેબ ! આપણો આસવ. જુઓ, અંદર એક પણ જંતુ ન મળે; એક પણ અશુદ્ધ પરમાણું ન મળે, ને હવે જુઓ અમારા હરીફોની બનાવટ, જુઓ. આમાં કેટલાં જંતુઓ ખદબદે છે : કેટલા રોગોના ભોગ આના પીનારાઓ થતા હશે એની કલ્પના કરો. સાહેબ !”

આમ જંતુ વગરના આસવોની અને ઔષધોની જાહેરાતે દેશની અનેક જીવદયાપાલક લોકવર્ગોને આ દવાઓ પ્રત્યે ખેંચી લીધા. પ્રોફેસરને પણ લોકસ્વાથ્યની કાળજી રાખવાનો ઊંડો આત્મસંતોષ થયો.

માત્ર એમને એટલી જ ખબર નહોતી પડતી કે લોકોની હજારોને હિસાબે ચાલી આવતી માગને પૂરી પાડવા માટે આ બધી શીશીઓ જ કારખાનામાં બની રહી છે તે કારખાનું ક્યાં છે ? કેમ કે પોતાને તો ફક્ત રસાયનો બનાવી ‘ફોર્મ્યુલા’ જ નક્કી કરી દેવાનું કામ સોંપાયું હતું.

[5]

લોકકલ્યાણની વાતો કરતાં ત્રણેય જણાં બેઠાં હતાં : ધનપતિ માલિક, એમનાં પેલાં એક ‘બહેન’ (અથવા પ્રોફેસરના અનુમાન પ્રમાણે ભાણેજ કે ભત્રીજી) અને પ્રોફેસર સાહેબ.

બેઠકનું સ્થળ હતું શહેરના દૂર ભાગનું એક રેસ્ટોરાં. આ સ્થાનમાં ધનપતિ આવે છે એવો ખ્યાલ બહુ ઓછાને જ હતો – ખાસ કરીને એમનાં પત્નીને તો નહિ જ.

ક્યાં ક્યાં બીજાં રસાયણો બનાવીએ તો લોકકલ્યાણ વધારે નિપજાવી શકાય – એ હતો વાર્તાલાપનો વિષય. ધનપતિનો અભિપ્રાય તો એવો હતો, કે પ્રજા જો કાયદેસર દારૂનું પીણું પીવે જ છે, તો પછી એને ખરાબ દારૂને બદલે સારો, ઓછો હાનિકારક ને વળી સસ્તો એવો