પૃષ્ઠ:Palkara.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
45
દીક્ષા
 

બંધિયાર ધર્માલય સંસારી વહાલપના મહાસાગરની ભરતીએ ભરાઈ ગયું.

[6]

દસ વર્ષો બીજાં પણ આવી આવીને ગયાં. કે દિવસની સંધ્યા નમતી નમતી સૂરજની બાથમાં જાણે સમાતી હતી. ‘કાલે આવીશ’ એવો કોલ દેતા સૂર્યનું છેલ્લું ચુંબન સંધ્યાના ગાલો ઉપર સુરખી છલકાવતું હતું. એ લાલી ફક્ત આ ધર્માલયની ઊંચી દીવાલોની અંદર જ નહોતી દેખી શકાતી.

દરવાજાનાં કમાડ પાસે એંશી વર્ષની બુઢ્‌ઢી સાધ્વી નીચું ઘાલી બેઠી હતી. બાળ બ્રહ્મચારિણી હતી. પોતે અહીં ક્યારે દાખલ થઈ તે પણ વીસરી ગઈ હતી. જુવાની આવીને ક્યારે ચાલી ગઈ તેનું પણ એને ભાન નહોતું રહ્યું.

એ વૃદ્ધ સાધ્વીએ સંધ્યાને સમયે દરવાજા બહાર કંઈક પગરવ અને પરિચિત અવાજ સાંભળ્યો. ચગદું ઊંચું કરીને ઝીણા બાકોરા વાટે દૃષ્ટિ ઠેરવી. જોતાંની વાર જ એણે ચગદું બીડી દીધું. એંશી વર્ષોની એની જૈફી ઉપર પણ મધુર લજ્જાનું લાલ લાલ હાસ્ય રમી રહ્યું. ને એણે બે કમાડની દોઢ્ય ઉપર કાન માંડ્યા : કશુંક મીઠું મીઠું સાંભળવાની સુખવેદના એના મોં પર રમવા લાગી.

ત્યાં શો તમાશો હતો – ત્યાં દરવાજાની બહાર ?

બીજું કંઈ જ નહોતું. એક યુવાન અને એક યુવતી એ એકાંતે આંબલીની ઘટા નીચે એકબીજાની વિદાય લેતાં હતાં. સૂર્ય સંધ્યાની વિદાય લઈ રહ્યો હતો તેને મળતી આ માનુષી વિદાય હતી.

વૃદ્ધ સાધ્વીએ મીઠું મલકાતાં મલકાતાં મોટી ચાવીઓનો ઝૂડો ઉઠાવ્યો; કમાડ ઉઘાડ્યાં. અંદર દાખલ થનાર યુવતીના ગાલ ઉપર હજુ સંધ્યાવરણી ભીની સુરખીની ભાત તરવરતી હતી.

“કેમ, મૈયા ?” એણે પૂછ્યું.

“સારું, બાબી !” સાધ્વીએ ઉત્તર વાળ્યો.

બાબીને વીસમું વર્ષ બેસી ગયું હતું. બાબીનું રૂપ સામ્યું સમાતું નહોતું. બાબી દાક્તર પિતાની જોડે રોજ જગતમાં જતી-આવતી. મઠમાં