પૃષ્ઠ:Palkara.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીક્ષા
47
 

શું જગત પ્રેમ કહે છે? લગ્ન કહે છે? મા – જનેતા – પાલનહાર – નિરાધાર સ્ત્રી – જેણે હૈયાં ચુસાવ્યાં, ખોળો ખૂંદાવ્યા, જીવનની દોરી પરોવીને હૈયે હૈયું ટીંગાડયું, તેવી માના વહાલ કરતાં વિશેષ બળવાન એવો કયો સ્નેહ જાગ્યો આ સૃષ્ટિ ઉપર, કે જેણે માતાની પુત્રીનું વશીકરણ કર્યું? મેલી નજરબંદી, રાક્ષસી લીલા, ઇંદ્રજાળ...

“નહિ નહિ– નહિ બની શકે !” નવી મૈયા ચીસ પાડી ઊઠી: “મારી બાબીને – મારી આંખોની કીકીને – તમે ન ખેંચી કાઢશો – એને દુનિયાના વાયરામાં ન ઘસડી જજો. તમારું કોઈનું સારું નહિ થાય – મારું હૃદય ન ભેદી નાખજો !” એમ બોલતી એ સાધ્વી ત્યાંથી ઊઠી ચાલી ગઈ.

એણે નક્કી કર્યું: હું બાબીને ધર્મગ્રંથો ભણાવીશ; એનું હૃદય વૈરાગ્યને માર્ગે વાળીશ. સદા એ મારી જોડે જ રહેશે.

સ્વાર્થનો અવાજ આટલું બોલીને પછી ચૂપ થઈ ગયો. ચાળીસ વર્ષની સાધ્વીને વીસ વર્ષો પૂર્વેના મર્મસ્વરો સંભળાયા, પોતાના ભરપૂર જોબનને ખાક કરી નાખનાર દીક્ષાને એણે યાદ કરી: ગૂંગળાયેલો જીવન-લ્હાવો, સળગાવી નાખેલું સૌંદર્ય, શેરીમાં રમતાં નાનાં ભાઈબહેનોને બાઝી પડવા ઝૂરતી કલ્પના, ને એકલાં એકલાં આ વૈરાગ્યની દીવાલો વચ્ચે કરેલા છાતીફાટ અશ્રુપાત....

એ જ બધાનું પુનરાવર્તન શું હું બાબીના જીવનમાં કરાવવા માગું છું! મેં નથી માણ્યું તેની ઇર્ષ્યાથી જ શું હું બાબીનેય બાતલ રાખવા માગું છું! બાબીના આત્મકલ્યાણનું તો કેવળ બહાનું જ નથી શું? બાબી મારી છાતીએથી છૂટતી નથી, બાબી વિના જીવન વીતવાનું નથી, હૈયાનું ધાવણ છલછલ કરે છે, વૈરાગ્યના લેબાસની અંદર સંસારી ઊભરા ઊભરાય છે, ને એ ઊર્મિઓ ઠાલવવાનું એક સાધન “બાબી" મને મળેલ છે, તે સ્વાર્થ જ મને આટલી ઘાતકી બનાવે છે ને?

રાત આ રીતે વીતી. પ્રભાતે એણે ગાલ અને આંખો લૂછી નાખ્યાં; રજા આપી: “બાબીને પરણાવો સુખેથી.”

એ વાક્યની પછવાડે બોલનારીના હૃદયનું લોહી ટપકતું હતું : ટીપે,