પૃષ્ઠ:Palkara.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીક્ષા
49
 

ગોરાણી ન રહી શક્યાં: “ભગવતનાં સ્તવનો છોડીને સંસારી ગીત ગાવા લાગી પડી, બાઈઓ?”

'ત્યાં પાટલી વાળતી બીજી સાધ્વીએ ટહુકો પૂર્યો:

'

વાયા વાયા રે કાંઈ ઓતર-દખણના વાયરા રે!
ચૂંદડીના છેડા ફરુકિયા.
દીઠો દીઠો એની કેડય કેરો લાંક રે!
બીજો રે દીઠો સવા ગજ ચોટલો.

બે સાધ્વીઓ બાબીના પગ પાસે ઘૂંટણભર ઝૂકીને શણગાર સજાવતી હતી. બેઉનાં માથાં ઉપર બાબીની ચૂંદડીના પાલવ ઢળી પડયા હતા. બન્ને જણીઓ ચૂંદડીના એ નીતરતા રંગ નીચે ભીંજાતી, ચૂંદડીના સોહાગમાં ઝબોળાતી શું કરી રહી હતી? જીવનના અધૂરા લગ્ન-કોડને થોડી ઘડી માણી લેતી હતી. એ મુખડાં, એ આંખો, એ મુંડિત છતાંયે મોહકારી માથાં વૈરાગ્ય માટે નહોતાં નિર્માયાં: લગ્નજીવનની ફોરમો મહેકતી હતી એમાંથી.

આશ્રમજીવન ઊથલી ગયું તે દિવસે. વૈરાગ્યનાં વ્રત-નિયમોનો વરખ કુદરતી ઊર્મિઓના પવનઝપાટામાં ઊખડી ગયો. નીચે જે સાચું હતું તે નજરે પડયું. પછી એને વિકાર કહેવો હોય તો વિકાર કહો, માનવ-પ્રાણના થનગનાટ કહો – ઠીક લાગે તે કહો.

(૮)

“બધી મૈયાઓ ! મોઢાં ઢાંકીને એક પછી એક અંદર ચાલ્યાં જાઓ, એટલે બાબીનો વર તમારાં દર્શન કરી લેશે.”

બાબીનો પતિ પોતાની સ્ત્રીના સાચા મહિયરને પહેલી-છેલ્લી વાર નિહાળી લેવા આવ્યો હતો. આશ્રમ પછવાડેની એક ઝીણી જાળીવાળી બારી પર એ ઊભો હતો.

સોળથી લઈ સાઠ વર્ષની વૃદ્ધાઓ મળી પચાસ સાધ્વીઓની પંક્તિ ચાલી આવતી હતી. છૂપા છૂપા ઘૂમટા ઊંચા કરીને પ્રત્યેકે એ જુવાન પુરુષને જોઈ લીધો. જબરદસ્તીથી ગંભીર રહેનારાં મોં મલક્યાં: ટીકીટીકીને જોયું.

“મૈયાઓ !” બાબીના પતિએ શાંત વિનય ધરીને કહ્યું, “તમે તમામ