પૃષ્ઠ:Palkara.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
પલકારા
 

સંતાનોના દેહ-મન પર ઝલકતું હતું.

એવા ભયાનક દરિયાતીરના આ ગામડામાં માલો આબાદી ને એકસંપીનો અવતાર હતો. વર્ષના બે-ત્રણ માસ ગામલોકોને એકસંપીલા ઉદ્યમે લગાડી, શિકારે લઈ જઈ, આઠ મહિના કરપીણ શિયાળાનો ખાનપાનનો સંઘરો એ ઘરેઘરમાં કરાવી નાખતો; કેમ કે પછી તો થીજેલી, કુદરત એક નાની-શી મચ્છી કે એક બતકું બગલું પણ મનુષ્યના હાથમાં આપતી નહોતી : આઠ-આઠ મહિના સુધી રત્નાકરને તાળાં દેવાઈ જતાં.

“આપણો ...ભાઈ એકલો કેમ ભટકે છે? ઉદાસ કેમ રહે છે? માલાએ પરગામથી આવેલ પોતાના એક જાતભાઈના સંબંધમાં ગામલોકોને સમાચાર પૂછ્યા.

લોકોએ જવાબ દીધો : “માલા ! એની ઓરતે તો નીંદરડી પી લીધી (મરી ગઈ).”

“નીંદરડી પીધી? અને માનવી શું સોબત વિનાનું થઈ પડયું છે ?'

“હા જ તો, માલા !”

“હેં ભાઈ !” માલાએ વિધુર બનેલા જાતભાઈને ખંભે હાથ મૂકીને પૂછ્યું : “માનવી એકલદશા ભોગવે છે? નીંદ કરી શકે છે. માનવી ?”

“માનવીને નીંદર નથી રહી, માલા !” એકલ જુવાને ગમગીન માથું ધુણાવ્યું.

“કેટલા રોજથી માનવી એકલ સૂવે છે ?

“બાવીસ રોજથી, માલા !"

“બાવીસ રાતની એકલ-પથારી ?

“માલાની આંખોમાં અનુકંપા છવાઈ ગઈ. પોતાની ઓરત આબા મોં નીચું નમાવીને ઊભી ઊભી આ વેદનાની વાત સાંભળતી હતી. એની મોટી. મોટી આંખો લજ્જાથી તીરછી નજરે માલાના મોં પરના ભાવ વાંચતી હતી.

આબાએ તીરછી આંખે એ ઓરતવિહોણા પુરુષની ફિક્કી, સૂકી મુખમુદ્રા નિહાળી, માલાએ આબાની દૃષ્ટિ સાથે દ્રષ્ટિ મિલાવી. માલાની