પૃષ્ઠ:Palkara.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
66
પલકારા
 

ઊભો થઈ રહ્યો, કાલે સવારે તો શિકારે નીકળ્યા વિના ચાલવાનું નહોતું, નહિ તો ગામ ભૂખે મરશે !

મિત્ર-પત્ની ઇવાએ પોતાના કૂબા પરથી માલાને દીઠો, એણે ધણીને સાદ પાડ્યો : કહ્યું “માલો તમારો આગેવાન શિકારી : ગામ બધાને બરકત કરાવનાર ? ને એનાં પગરખાં સાંધી દેનાર કોઈ માનવી ન મળે ? કેવી વાત !”

ભાઈબંધ માલાની પાસે ગયો, પૂછ્યું ? “માલા ! માનવી મૂંઝાઈને શીદ ઊભું છે ? પગરખાનું સાંધનાર જોવે છે ને ?”

જવાબમાં માલાની મોટી આંખો ભીની બની.

“ઈવા !” ભાઈબંધે પોતાને કૂબે સાદ કર્યો : “તમે બેય જણીઓ અહીં આવજો, તો !”

બેઉ આવીને ઊભી રહી : એક હી-હી-હી-હી હસ્યા કરનારી જાડીપાડી જૂની; ને બીજી નવી ઇવા, જેને ગાલે શરમના શેરડા પડતા હતા : આંખો જેની હંમેશાં છૂપું છૂપું જ જોવાનું ચોરી લેતી હતી.

“આમ જુઓ !” ધણીએ કહ્યું, “માલાને જોડા સાંધી દેના૨ કોઈ ન મળે. તમને બન્નેને દયા નથી આવતી ?”

“હી-હી-હી,-હી !” નિર્દોષ દુત્તું હાસ્ય કરતી મોટેરી ઓરત માલાનાં નેત્રોને પોતાના તરફ ખેંચવા મથી રહી.

પણ ધણીએ જોયું કે ઇવાની આંખોમાં માલા પ્રત્યે ઊંડો ઊંડો આત્મીય ભાવ ઊભરાઈ રહેલ છે.

“માલા !” એણે મોટેરીને ધકેલી દૂર રાખી, ઇવાને નજીક લઈ કહ્યું, “આ નવી શરીરે તો જાડીપાડી નથી, પણ એની સોય તો જોજે ! માછલીને વેગે ચાલશે !”

એટલું કહી, ૨ડવા જેવી થઈ ગયેલી જૂનીને લઈ એ પોતાના કૂબામાં ચાલ્યો ગયો.

પોતાના કૂબાના બાર પાસે માલો બેઠો. સામે ઇવા ઘૂંટણભર બેસીને માલાના જોડાને ટેભા લેવા લાગી. સાંધતાં સાંધતાં એની આંખો માલાના