પૃષ્ઠ:Palkara.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
70
પલકારા
 

ને નવજન્મનું નૃત્ય ચાલ્યું : ભુજાઓ લંબાવી લંબાવી, નવી તાકાત અને નવા રુધિર-પ્રવાહની છોળો અનુભવતો માલો જંગલ-નૃત્ય કરવા લાગ્યો : “ઝા...ઝ ઝા !ઝ ઝા ! ઝા...ઝ ઝા !” અને એની પછવાડે ઊભું ઊભું બીજું એક માનવી પણ દેહના કોમલ લહેકા કરતું એ ભૈરવી નૃત્યમાં, લાલિત્યભર્યો તાલ દેવા લાગ્યું.

ઓચિંતી માલાની નજર એ બીજા માનવી પર પડી, સંધ્યાના ભૂખરા અંધકારમાં એને પિછાન પડી. એ હતી રૂપાળી પ્રેયસી ઇવા.

બન્ને એકબીજાથી શરમીંદા બનીને ઊભાં થઈ રહ્યાં. ઇવાનું સોહામણું મોં નીચે નમ્યું. માલા ઇવાની નજીક ગયો.

“ઇવા, ઇવા ! તું ક્યારની આવી છો ? શા સારુ આવી ?"

“માનવીની પછવાડે પછવાડે : માનવીને સુખી કરવા.”

“ઇવા !” માલો નાચી ઊઠયો : “સુખનો મારગ મળી ગયો. માલો નીંદર કરવા ચાલ્યો ગયો. હવે તો આ માલો નથી, ઇવા ! કિરપીક છે ! ચાલો, ઇવા! હવે સૂતેલાં માનવી નહિ સાંભરે.”

હાથોહાથના આંકડા ભીડીને બેઉ જણાએ આથમતી વેળાના. અંધકારમાં દેવડુંગરો મેલ્યો. ટેકરીઓ ઉપર ઠેકતાં સાબર જેવાં એ બે માનવીને નિહાળી દિવસ દિવસને ઘેર ગયો. બેઉને રાત્રીએ પોતાના અંધારપછેડામાં લપેટી લીધાં. ઇવા માલાના કૂબામાં ઊતરી ગઈ ત્યારે ગામડા ઉપર નિદ્રાની ચાદર પથરાઈ ગઈ હતી. શિકારીઓના થાકેલાં બદન પોતપોતાનાં 'માનવી'ને હૈયે હૂંફાતાં હતાં. શિયાળો મીઠાશ ઝરતો હતો.

ફક્ત એક જ કૂબામાંથી જાગ્રત માનવીના જાણીતા 'ખી - ખી – ખી – ખી” અવાજો જાણે કે ઇવાની ચુગલી કરતા હતા.

‘ખી-ખી-ખી-ખી’ અવાજ નજીક આવ્યો. ઇવાની જાડીપાડી શોક્ય પણ માલાના કૂબામાં ઊતરી. માલા-ઇવાની આજની પહેલી મિલન-રાતનું ટિખળ કરતી એ ત્યાં બેસી ગઈ; કહે કે “નહિ જ બહાર નીકળું; થાય તે કરી લ્યો! ખી – ખી – ખી – ખી !"

માલાએ કહ્યું : “હવે બેય જણીઓ જાય અહીંથી. અત્યારે માનવી