પૃષ્ઠ:Palkara.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમ્સાગરના બાળ
71
 

પોતપોતાના કૂબામાં જ રૂડાં લાગે."

ત્યાં તો બારણાનો પડદો ઊંચો થયો. બેઉ વહુઓનો ધણી દાખલ થયો. “માલા !” એણે પ્રસન્ન મુખથી કહ્યું. “નહિ. હવે તો બેય જણીઓ તારાં જ પગરખાં સીવશે. એક દી અમને જીવનદાન આપનાર ભેરુબંધને આજ હું આટલું અર્પણ કરીને ખૂબ સંતોષ પામું છું, ભાઈ !"

“અરે, અરે, ભાઈ ! એવું તે હોય? માનવી ઓરત વિનાનો શું કરશે ? ક્યાં જશે ?”

માનવી પોતાને અસલ ગામડે પોતાના કોમભાઈઓ ભેળો થઈ જશે; ને માલાને સુખી કર્યો એ વાતને સંભારી સંભારી સુખ પામશે, માલા !"

એટલું કહીને એણે પોતાની નવી-જૂની બન્ને ઓરતોને લલાટે લલાટ અડકાવી છેલ્લો પ્યાર દીધો: છેલ્લા બોલ કીધા કે –

“બેઉ જણીઓ માલાને સુખી કરજો : માલાનાં બચ્ચાં ઉછેરજો, ને માલાનાં પગરખાં સાંધજો. હું રજા લઉં છું.”

[8]

બરફનાં ઝાપટાં ઝીંકાઈ ઝીંકાઈને દટ્ટણપટ્ટણ કરે છે. માલો અને એનો નાનેરો ભાઈ ચામડાંની કુંચલીઓ ઓઢીને કુત્તા-ગાડી હાંકતાં હાંકતાં વગડામાં જાનવરોને ઝાલવાના જાળ-ફાંસલા ગોઠવેલા છે તેની તપાસે નીકળેલ છે.

“આ કોણ દફનાયું વળી ? કહેતો માલો થંભ્યો. નજીકમાં એક કુત્તાગાડી બરફનાં દાટણમાં ઊંચી દટાયેલી પડી હતી. કુત્તા-ગાડી ઊભી રાખીને બેઉ ભાઈઓ ત્યાં ગયા; બરફનાં ઢેફાં ઉખેડી ઉખેડીને દટાયેલાં માણસોનાં મુરદાં ખુલ્લાં કર્યા.

માલાએ નિહાળી નિહાળીને જોયું: બે શરીરો હતાં – દેશીભાઈઓનાં નહિ. ગોરાઓનાં.

“ચાલ, ભાઈ! ચાલ.” માલાએ તિરસ્કારથી ચાલવા માંડયું; દાંત ભીંસ્યા; કુત્તા-ગાડીની લગામ હાથમાં લીધી, કુત્તાને ડચકારવા જાય છે, ત્યાં નાનેરો ભાઈ બોલ્યો : “પણ, ભાઈ ! ગોરાઓમાં હજી જીવ છે, હો !