પૃષ્ઠ:Palkara.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરના બાળ
73
 

માલો. છુરી ઘસતો રહ્યો.

હસતી હસતી બેઉ ઓરતો મહેમાનોને ગરમાગરમ ખોરાક દેતી હતી, અને મહેમાનો આ મુલકની ઉદાર મહેમાનદારીનો થોડો પરિચય ધરાવતા હોઈ તેમણે પોતાની સરભરા કરનારી સુંદરીઓના શરીરો સાથે જરા વિશેષ છૂટ લેવાનું શરૂ કર્યું. ઓરતોને મન પણ એ સહજ બાબત હતી.

પરંતુ માલાને એ વાત મંજૂર નહોતી. દોસ્તોને તથા દુ:ખિતોને રાજીખુશીથી પત્નીઓ અર્પણ કરનાર આ સાગરબાળ દેશી ઓરતનું જીવન શરાબીમાં રોળનાર વિદેશીઓને માટે તો ભાલાનું જ આલિંગન મુનાસબ સમજતો હતો.

“હટો હટો અહીંથી, રંડાઓ !” એવી ત્રાડ નાખીને એણે બન્ને ઓરતોને દૂર ધકેલી નાખી. પછી એણે ગોરાઓ તરફ ભવાં ચડાવ્યાં; બોલ્યો: “અમારી ઓરતો ગોરાઓને સારુ નથી આવતી.”

બેઉ પરોણા સમજી ગયા; સમય વિચાર્યો; ભૂલ થઈ છે એવા દીન દીદાર રાખી કહ્યું : “અમે તમારી ઓરતો પર નજર નથી કરતા.”

માલાએ સામે જોયું. ગોરાએ કહ્યું : “બધા ગોરાઓ એવા નથી. ખરાબ ગોરાઓ જ એવું કરે.”

માલાને સમજ પડતી હતી. એના મુખભાવ સુંવાળા બનવા લાગ્યા. પરોણાએ ઉમેર્યું: “અમે કાંઈ ખરાબ ગોરા નથી.”

ગોરાની આ ભાંગીતૂટી દેશી બોલીને સમજેલ માલો થોડી વાર તાકી રહ્યો. વાણી માત્ર હંમેશાં દિલમાંથી જ વહે છે એવું એનું કુદરતી શિક્ષણ હતું. મહાસાગરે, પહાડોએ આસમાને અને પશુપક્ષીઓએ એને આ એક જ વસ્તુ કહ્યા કરી હતી : કે વાચા લાગણીમાંથી જ ઊઠે છે : વાચા સત્યની જ પુત્રી છે : માનવીને જબાન એક જ છે.

‘માત્ર ખરાબ ગોરા જ એવું કરે છે' એ શબ્દોએ માલાના ધિક્કારમય અંધારિયા હૃદયમાં દીવો ચેતાવ્યો. એ હતો ઇતબારનો અને માનવપ્રેમનો દીવો. ઘેર આવેલા પરોણી પ્રત્યેની જે ધિક્કારવૃત્તિ આજે જીવનમાં પહેલી જ વાર માલાને કોઈ લાય બળતી રોમવેદના જેવી થઈ પડી હતી. તેમાંથી