પૃષ્ઠ:Palkara.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરનાં બાળ
75
 

પણ કાણિયાનો હાસ્યમાં તો જૂદી જ કુટિલતા ભરી હતી. એણે ગોરાને કહ્યું : “આ પોતે જ માલો !”

“માલો | આપણો જેને હાથ કરવા આવેલ છીએ એ જ આ માલો ?”

કાણિયાએ ભયાનક રીતે ડોકું ધુણાવ્યું,

[11]

કાણિયા દુભાષિયાની મારફત ગોરાની તથા માલાની વછ્છે આ પ્રમાણે વાતચીત ચાલી :

“તેં છ મહિના ઉપર એક જહાજના સોદાગરને જાનથી મારેલો ખરો ?”

“હા; એણે મારી આબાનું જીવત૨ રોળી નાખેલું.”

“એ સંબંધમાં તને થોડાક સવાલ પૂછવાના છે, તો અમારે થાણે એક આંટો આવવું જોશે."

“હું તો કાંઈ નથી આવતો, પૂછવું હોય તો અહીં પૂછો.”

“પણ પૂછનાર બીજા છે, ને એ ત્યાં વા’ણે આવવાના છે.”

“એ તો નહિ બને.”

“પણ અમારે તારું બીજું કાંઈ કામ નથી, સવાલો પૂછીને તને મોકળો કરશું.”

“પણ, ભાઈ ! તારાથી ના કેમ પડાય ? અમે તારા મહેમાન થયા. તો તારેય અમારે ગામડે અમારા મહેમાન બનવું જોઈએ જ ને !”

“હા, ભાઈ ! એ વાત ખરી. ચાલો, હું સહુને સાબદાં કરું.”

એમ કહેતો માલો પોતાની ઓરતો કને દોડ્યો. હોંશે હોંશે, અને કોઈ પરમ ધર્મભાવના ધારણ કરીને કહ્યું : “ઇવા ! જૂની ! તમે રાહુ સાબદાં થઈ જાવ. છોકરાંને સાબદાં કરો, આપણા ભાઈબંધો આપણને એને ગામડે તેડી જાય છે. આપણે જાવું જ જોઈએ ને ? એ અહીં રોકાણા ખરા ને !”

ગોરાએ કાણિયાને પૂછ્યું : “આ શું કરે છે ?”

"બાળબચ્ચાંને ભેળાં લ્યે છે.”