પૃષ્ઠ:Palkara.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરનાં બાળ
77
 

સલામો ઝીલતા. સ્થળે સ્થળે ત્રણ અક્ષરો અંકિત હતા : ‘સી. એમ. પી.’ અર્થાત 'કેનેડિયન માઉન્ટેડ પોલીસ'. બરફ-પ્રદેશની છેલ્લી સરહદ ઉપર માલાના નવા દોસ્તોએ નવેસર ઊભું કરેલું આ લશ્કરી થાણું હતું.

અહીં માલો અમનચમન ઉડાવી રહ્યો છે. પાંઉ, રોટી, ઇંડાં, મુરબ્બા અને પુડિંગ--તરકારીની વાનીઓ જમે છે. દિવસ બધો શિકારે નીકળી પડે છે. ગોરાઓની બંદૂકો વડે નિશાન લેતાં એને આવડી ગયું છે.

એક દિવસની સંધ્યાએ એક જહાજનો પાવો વાગ્યો.

જેની રાહ જોવાતી હતી તે મહેમાન આવી પહોંચ્યા : ઘૂંટણ સુધી ચકચકિત ચામડાના બૂટ હતા, રૂપેરી એડીઓ હતી; ગરમ સર્જનો ડગલો ને બ્રીચીઝ હતાં. છાતીએ, ખભે. માથા પર, બાંય ઉપર, કમ્મરે, ઠેર ઠેર પ્રત્યેક ચગદા પર ને બટન પર ‘તાજ' ચમકતો હતો : એક મહાન સામ્રાજ્યસત્તાની એ નિશાની હતી.

તીણી એની આંખો હતી : કપાળમાં ઠંડાગાર ભીષણ નિશ્ચયની કરચલીઓ હતી. એને સલામ કરીને માલાના બે દોસ્તો ઊભા રહ્યા.

"લઈ આવ્યા કેદીને ?

"જી હા; બરાબર.”

“ક્યાં છે?”

"શિકારે ગયો છે.”

"કેદીને છૂટો રાખ્યો? કાંઈ ભાન...?" હાકેમની ભાષા કડક બની.

“જી, કશો વાંધો નથી.”

“એટલે ?”

“એણે કોલ દીધો છે.”

“જંગલીએ કોલ દીધો છે." – એમ કે?”

“જી હા; અમારા શિર સાટે.”

"રાતે ક્યાં રાખો છો ?”

“આ પાછલી જ કૅબિનમાં. જોવું છે? પધારો.”

ખૂણામાં એક બિછાનું હતું : બાજુમાં લાકડાનો થાંભલો હતો. થાંભલા