પૃષ્ઠ:Palkara.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
78
પલકારા
 

જોડે જડેલી સાંકળમાં એક હાથકડી લટકતી હતી.

“રાતે 'હેન્ડકફ’ કરો છો કે?

“હજુ સુધી નહિ.”

“આજે કરવાનો છે.”

“વારુ, સાહેબ.”

“આજે પાકો જાપ્તો રાખવાનો છે.”

"જી, અમે ત્રણ જણા જોડાજોડ જ સૂઈએ છીએ.”

"ગાફેલ ન રહેજો. કાલે સવારે કેદીને ફાંસી દેવાની તારીખ છે."

બહાર કૂતરા ભસ્યા.

"કેદી આવ્યો, સાહેબ !'

"થૅન્ક ગૉડ!”

“કાં, દોસ્તો ! જાગો છો હજુ?” એવા હાકલા કરતો માલો દાખલ થયો. રૂંછાંદાર ચામડાનો લાંબો ડગલો ઉતારી નાખીને ઉઘાડે શરીરે એ સૂવાની ઓરડી તરફ આવ્યો.

"યાર ! આજ તો એટલો થાક્યો છું, કે ઊંઘે લથડિયાં આવે છે,”

એટલું કહી અંદર આવે છે ત્યાં એણે ચકચકિત યુનિફોર્મમાં સજ્જિત નવો માનવી દીઠો.

"માલા !” ગોરા ભાઈબંધોએ કહ્યું. “આ અમારા ઉપરી તારા ઉપર જેને અતિશય ચાહ છે. બહાદુર માલાને જોવા એ સો ગાઉ દૂરથી આવેલ છે."

“અઈસા ! વાહવાહ !” કહેતો માલો અમલદાર તરફ આગળ વધ્યો; પોતાનો પંજો ધરીને તેણે હાથ મિલાવવા માટે મહેમાનનો પંજો પકડ્યો.

ને પછી પંજો દબાવતો, દબાવતો, હર્ષઘેલો બની બોલવા લાગ્યો:

“અરે, યાર ! કેવા તમે ! હું તો કેટલા રોજથી તમારી રાહ જોઈ બેઠો છું ! તમે તો ક્યાં રોકાણા હતા, દોસ્ત? આજ તો ભારી કામ થયું, કે તમે આવ્યા.