પૃષ્ઠ:Palkara.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિમસાગરનાં બાળ
83
 

વગડામાં એક પંખી પણ નથી બોલતું. ધોળો બરફ મૃત્યુના અનંત હાસ્ય જેવો ચુપચાપ પથરાયો છે.

આઠમે દિવસે માલો એકલો જ રહ્યો. એનું ક્લેવર એક ઠેકાણે ઢળી પડ્યું.

વછેરા ઘોડા જેવડો એક કદાવર વરુ શિકાર શોધવા નીકળ્યો છે. માલાના તૂટી પડેલા દેહ પર એણે વડછકું નાખ્યું.

મૃતપ્રાયઃ માલાએ ઝનૂની વરુની જોડે બાથંબાથ યુદ્ધ માંડ્યું. હથિયાર વગર મુક્કે મુક્કે એણે દુશ્મન સામે ટક્કર ઝીલી.

*

બીજે દિવસે માલાના જ ગામડાના એક જાતભાઈએ ત્યાં ભટકતાં ભટકતાં ઓચિંતા એક વરુને અને માનવીને પડેલા જોયા : વરુ ખલાસ થયું હતું; માનવીના મોં પર જખમોનું ઢાંકણ થઈ ગયેલું હતું.

માંડ માંડ ઓળખાયો: “આ તો માલો ! વરુએ ચૂંથી નાખ્યો છે; પણ થોડો થોડો જીવ છે હજુ.”

કુત્તા ગાડીમાં નાખીને ગામડે લઈ ગયા.

[16]

એના લોહીલોહાણ ચહેરા ઉપર ઇવાની અને જૂનીની અશ્રુધારાઓ રેડાઈ; ચુંબનોના મલમપટા થયા. બન્ને ઓરતોની ધીરી ધીરી ફૂંકે, ‘માલા ! માલા !’ એવા આર્તશબ્દોએ અને આંખોમાં આંસુની ધારા છતાં જૂનીના ખી-ખી-ખી-ખી હાસ્ય-સ્વરે આ સૂતેલા શિકારીને જાગૃત કર્યો : આંખોમાં દીવડા પેટાયા. ધીરું ધારું હસીને માલાએ પોતાના દેહ પર ઝળુંબેલી ઇવાને કહ્યું : “માનવીને જરા વધુ રોકાણ થઈ ગયું, ખરું !”

“ગામને બહુ વપત પડી, માલા !”

“શું કરું ! જરા વધુ રોકી પાડ્યો ભાઈબંધોએ. એ તો નીકળવા જ ક્યાં દેતા હતા ? ખેર ! આખરે તમારી બાથમાં પહોંચી ગયો ને ! હવે તો - હવે તો આજની રાત વિસામો મળી જશે. એટલે સવારે માલો દોટ કાઢશે શિકાર ગોતવા. આજની એક જ રાતનો આરામ મળી જાય ને, ઈવા, એટલે