પૃષ્ઠ:Pankaj.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦ : પંકજ
 


'કવિતામાં મહત્તા છે – માનવતા નથી.'

તેઓ હાથ પછાડતા, અને ક્વચિત્ દાંત પીસતા. રસોઈયો ગભરાઈ ઊઠતો. આવા સર્વમાન્ય મહાકાવિ આવી ઘેલછા કેમ કાઢતા હશે તેની એને ખબર નહોતી. મહત્તા, કવિતા કે માનવતા સંબંધી તેને કશી ગમ નહોતી. એક રાતે તો સનતકુમાર સ્વપ્નમાં પણ પોકારી ઊઠ્યા. ભયભીત રસોઈયાને ભૂતની કલ્પના થઈ આવી. કોઈ પણ ઘેલછા અને ભૂત વળગાડ સરખી ચેષ્ટા ઉત્પન કરે છે. એટલે રસેઈયાની માન્યતા હસી કાઢવા જેવી નથી. સવારમાં કવિ સનતકુમાર ભારે તાવથી બેભાન પડ્યા હતા. એ જોઈ બી ગયેલા રસોઈયાએ વૈદ્ય અને ભૂવાને બોલાવી ઉપચાર કરવા મંથન કર્યું અને સાથે કોઈ ડાહ્યા માણસની સલાહ પ્રમાણે સુહાસિનીને તાર કરી બોલાવી પણ ખરી.

સનતકુમાર જેવા કવિ માટે કોઈ પણ ડૉક્ટર સારવાર કરવાની ના પાડે એમ નહતું. સુહાસિની પોતાની સાથે એક સુપ્રસિદ્ધ ડોક્ટરને પણ લેતી આવી. કવિને એકલા જવા દીધા તે માટે ડોક્ટરે સુહાસિનીને ઠપકો આપ્યો. કવિએ પોતાના શરીરની દરકાર રાખ્યા વગર નદીકિનારે ફરવા માડ્યું હતું. તેમાંથી ફેફસાંને સોજો ચડી ગયો. તેને લીધે તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. ઉપરાંત તેમના મગજ ઉપર અત્યંત ભારણ હતું તેની અસર પણ દેખાતી હતી.

‘તમારે એમને કવિતા લખવાની થોડા દિવસ મનાઈ કરવી જોઈતી હતી.' ડૉકટરે સુહાસિનીને કહ્યું.

સુહાસિનીએ ઠપકો સાંભળી લીધો, મનાઈ કર્યાથી સનતકુમાર કવિતા લખવી બંધ કરે એ અશક્ય હતું. પરંતુ ડૉક્ટરને તે કહ્યાનો કશો ઉપયોગ નહોતો. ડૉક્ટરની દવા અને સુહાસિનીની સારવારથી સનત કુમાર બેત્રણ દિવસે ભાનમાં આવ્યા.

ભાનપૂર્વક કવિએ પોતાની આંખ ઉઘાડી તો તેમને બે તારા ટમકતા દેખાયા; નહિ, બે તારા મઢેલો ચંદ્ર દેખાયો. કવિને વિચાર