પૃષ્ઠ:Pankaj.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૃદ્ધ સ્નેહ



બહુ જ સંભાળથી પુત્ર અને પુત્રવધૂએ પ્રભાલક્ષ્મીને પથારીમાં બેઠાં કર્યાં; તેમનો દેહ કૃશ બની ગયો હતો. મોટા તકિયાને અઢેલાવી તેમને બેસાડ્યાં. ચારેપાસ તેમણે વાત્સલ્યભરી દૃષ્ટિ ફેરવી. કુટુંબની ખીલેલી ફૂલવાડી નિહાળી તેમના મુખ ઉપર સંતોષની છાયા પથરાઈ. એ પુત્ર, પુત્રવધૂ , ત્રણ પુત્રીઓ અને એ બધાંનાં સંતાનથી ઓરડો ભરેલ હતો. ડૉક્ટરોએ બધાને એક જ ઓરડામાં બેસવાની મના કરી હતી, પરંતુ હિંદુ કુટુંબમાં એવી મના પાળવામાં આવતી નથી.

પ્રભાલક્ષ્મીથી પણ માણસો વગર રહેવાતું નહિ. દિવસમાં ત્રણ ચાર વખત બધાને ભેગાં ન જુએ તો તેમને ચેન પડતું નહિ. બાળકો તો વારંવાર ઓરડામાં દોડી આવી દાદીની ખબર પૂછ્યા કરતાં, અને કોઈ કાઢી ન મૂકે ત્યાં સુધી ઓરડામાં રમ્યા કરતાં.

ચારે પાસ ફરતી પ્રભાલક્ષ્મીની નજર સહેજ દૂર બેઠેલા પોતાના પતિ પ્રમોદરાય ઉપર પડી, અને તેમણે નિ:શ્વાસ નાખ્યો.

બધાંથી દૂર આરામ ખુરશી ઉપર બેસી છાપું વાંચવામાં રોકાયેલા પ્રમોદરાયને કોઈ સતત જોયા કરે તો તેને સમજાય કે છાપામાંથી