પૃષ્ઠ:Pankaj.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦ : પંકજ
 


'આપ જૈન હશો.' જયંતે પૂછ્યું.

'ના જી, હું કૃષ્ણનો – કૃષ્ણની ગીતાનો ઉપપાસક સનાતની છું.' સહેજ કટાક્ષમાં દુર્બળ ગૃહસ્થ બોલ્યા. તેમની આંખમાં ચમક વધી ગઈ.

ચા પીતે પીતે ત્રણે જણ વચ્ચે ઘણી વાતચીત થઈ એમ કહેવા કરતાં જયંતકુમારે જ મોટે ભાગે વાત કરી એમ કહેવામાં હરકત નથી. તેમણે મહાવીરને પૂછ્યું :

'ગીતાના આપ ઉપાસક છો ત્યારે દેશની લડતમાં આપનો કાંઈ ફાળો હશે જ.'

'હું અહિંસામાં માનતો જ નથી.' મહાવીરે કહ્યું.

'કારણ?'

'કુદરત અને ઈતિહાસ બન્ને અહિંસાનાં વિરોધી છે.'

'કુદરત એ હૃદયસંપન્ન માનવીઓ માટે ખોટો ભોમિયો છે. અને ઈતિહાસ તો આપણે રચીએ તેવા રચાય.'

એ દલીલનો કોઈએ જવાબ આપ્યો નહિ. માનવીના આગ્રહો અને દુરાગ્રહો એટલા પ્રબળ હોય છે કે તે દલીલથી ફેરવાતા નથી અને માનવી પોતાને ભારે વિચારવંત પ્રાણી તરીકે ઓળખાવવા મથે છે !

બીજું સટેશન આવ્યું. પોલીસની નાની નાની ટુકડીઓ સ્ટેશન ઉપર ગોઠવાઈ ગઈ હતી; ગાડી ઊભી રહેતાં બરાબર એ ટૂકડીએ એ દરેક ડબ્બા ઉપર ધસારો કર્યો.

'મારે માટે હશે.' જયંતકુમારે બેદરકારીભર્યા દેખાવથી હસીને જણાવ્યું.

મહાવીર હસ્યો. તેણે કહ્યું :

'તમને તમારું બહુ મહત્ત્વ લાગે છે.'

આ યુગના યુવકો વાગ્યુદ્ધમાં કોઈથી હારતા નથી. તેમનું ચબરાકપણું અડકી શકાય એવું ધન હોય છે. જયંત માર્મિક વાગ્વિનોદમાં