પૃષ્ઠ:Pankaj.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કીતિ કેરા કોટડા :૧૩૩
 

જયંતે વધારે ખીજવાઈ ચબરાકી પુરવાર કરતો જવાબ આપ્યો.

મહાવીરે વધારે હસીને કહ્યું : - ‘આ ભાઈ કોણ તે જાણો છો ?'

'ના.'

'રાવબહાદુર વિહારીલાલનું નામ સાંભળ્યું છે?'

'હા. કંઈક યાદ આવે છે. એકાદ વખત તેઓ સરકારના પ્રધાન હતા એ તો નહિ?'

જયંતે પ્રધાન અને પ્રધાનપદનો જાણે કશો હિસાબ ન હોય એવી રીતે પૂછ્યું.

'એ જ. તેઓ જ્યારે પ્રધાન હતા ત્યારે દરેક સ્ટેશને તમારાથી વધારે નહિ તો તમારા જેટલા જ ફૂલહાર મેળવતા હશે, નહિ?' મહાવીરે કહ્યું.

'તમે બન્ને લડી પડશો. એ વાત જ બદલી નાખીએ તો?' રાવબહાદુરે સલાહ આપી.

'નહિ, સાહેબ. હું તો ગુસ્સો કરીશ જ નહિ.' જયંતે કહ્યું. ગુસ્સો કરવામાં પાપ માનવા ટેવાયેલા જયંતને ખ્યાલ આવ્યો કે તે ગુસ્સા તરફ વળતો જતો હતો.

'જેને ગુસ્સો જ ન ચડે એ દેશનું દળદર કેમ ફેડી શકશે !' મહાવીરે કહ્યું.

'વગર ક્રોધે અમે દેશની પ્રગતિ સાધી રહ્યા છીએ એ ખુલ્લું દેખાઈ આવે છે.' જયંતે કહ્યું.

'તમે શી પ્રગતિ સાધી?' મહાવીરે પૂછ્યું.

'બંદીખાનાનો ભય ટાળી નાખ્યો.'

'બંદીખાનાનો ભય એ શું તેની તમને ખબર જ નથી. માસ–વરસ ટોળાબંધ કલ્લોલતા રહેવું એનું નામ બંદીખાનું હોય તો તેનો યશ લેવો વીસરી જજો.'

'તમે અસહકારની ચળવળને અન્યાયથી આપતા? ના'

‘અસહકારની માટે ફાંસી, દેશનિકાલ કે જન્મ કેદની સજા નકકી