પૃષ્ઠ:Pankaj.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪ : પંકજ
 

થાય અને પાછા આવીને મોખરે ઊભા રહો તો હું તમને જરૂર શાબાશી આપીશ.' મહાવીરે કહ્યું.

જયંત વિચારમાં પડ્યો. મહાવીર કહે છે તેવો પ્રસંગ આવ્યે કેટલાં મનુષ્ય બહાર પડે? જયંત પોતે પણ આમ મોખરે ઘૂમે ખરો? તેને પોતાને જ સહજ શંકા ઉદ્દભવી.

'આટલું પણ થાય છે એ ઓછું છે?' જયંતે બચાવ કર્યો.

'જે કાર્યને માટે મરવાની તૈયારી ન હોય તે કાર્ય ને હું તો શોખ સાહેબી જ ગણું છું. પ્રતિષ્ઠા માટેનાં નવી ઢબનાં હવાતિયાં. નહિ ?' મહાવીરે કહ્યું.

‘તમને અમારી પ્રતિષ્ઠા કેમ ખૂંચે છે?' જયંતે પૂછ્યું.

'મને રાજકીય પ્રતિષ્ઠા એટલા માટે ખૂંચે છે કે તેનું અસ્તિત્વ બહુ જ અલ્પજીવી છે.' મહાવીરે કહ્યું.

વિહારીલાલે પ્યાલો મૂકી વર્તમાનપત્ર હાથમાં લીધું. મહાવીરના કથને તેમના હૃદયમાં કંઈ કંઈ ચિત્રો ઉત્પન્ન કર્યા. છાપું તેમનાથી વાંચી શકાયું નહિ. તેમને મળેલી મિજબાનીઓ, માનપત્રો, ફૂલહાર તેમની નજર આગળ રમી રહ્યાં. સભાઓનાં અભિનંદનો, ગવર્નરનાં વખાણ અને વર્તમાનપત્રોના અગ્રલેખોમાં તેમનું દર્શાવાયેલું મહત્ત્વ એ બધું તેમને યાદ આવ્યું. પ્રધાનપદનો છેલ્લો દિવસ તેમને મળેલું ભવ્ય માન જોતાં તેમના જીવનનો સુવર્ણ દિન હતો. તેમણે કરેલાં મહાકાર્યોની લાંબી યાદી તે દિવસે અપાઈ હતી; તેમણે પ્રધાનગીરી દરમિયાન લીધેલી મહાભારત મહેનતનાં જ્વલંત વર્ણનો થયાં હતાં. તેમના મહાપુરુષત્વને સાબિત કરે એવા સારા સ્વભાવનાં ઝમકદાર વર્ણનો થયાં હતાં; ભરતખંડના ઈતિહાસમાં તેમનું નામ અમર થઈ ગયું છે જવાબદાર અધિકારીઓ તરફથી એવી જાહેર ખાતરી અપાઈ હતી.

અને આજ !

કોઈ પત્રમાં તેમનું નામ પણ આવતું નથી. કોઈ પણ સ્થળે