પૃષ્ઠ:Pankaj.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬ : પંકજ
 


'તેથી એટલું જ કે તમારા સિવાયની બીજી બાબતો પણ તમે વાંચતા રહો.'

'પણ અમારો સિદ્ધાન્ત છૂપી રીતે કેદખાનામાંથી નાસવાની મના કરે છે.'

'તમે પંદર વર્ષ આન્દામાનમાં કાઢ્યાં નથી એટલે તમને એમ લાગે.'

જયંત ચમક્યો, તેણે મહાવીરની સામે જોયું, અને પૂછ્યું :

‘તમે પંદર વર્ષ આન્દામાનમાં કાઢ્યાં છે?'

'હા. અને એ નિવાસ પૂરો કરી અહીં આવ્યો ત્યારે પોલીસે પકડીને મને ખબર આપી કે હજી બીજો ખટલો મારા ઉપર ઊભો છે.' મહાવીરની આંખો તરવારની ધાર સરખી તીક્ષ્ણ અને તેજસ્વી બન્યે જતી હતી.

'તમે રાજદ્વારી કામે દેશનિકાલ થયા હતા ?'

'હા, મારા વખતમાં રાજદ્રોહ માટે ઘણી સખ્ત સજા થતી. પૂછો રાવબહાદુરને. તેઓ મારા બચાવમાં વકીલ હતા.' મહાવીરે કહ્યું.

રાવબહાદુર વધારે ચમક્યા. સોળસત્તર વર્ષો ઉપર એક રાજદ્વારી કાવતરાના કામે તેમણે બચાવ કર્યો હતો તે તેમને સાંભરી આવ્યું. જગબત્રીસીએ ચડેલો એ જટીલ મુકદ્દમો આખા હિંદનું ધ્યાન ખેંચી રહ્યો હતો. વિહારીલાલે એ કામમાં ઘણી નામના મેળવી. તેમના પ્રયત્નથી કેટલાક આરોપીઓ છૂટી ગયા, કેટલાકને ઓછી વધતી કેદની સજા થઈ અને યુવકનો ગુનો બહુ ભયંકર સાબિત થવાથી તેને દેશનિકાલની સજા કરવામાં આવી હતી. તેમનો પ્રયત્ન ન હોત તો ઘણા ફાંસીએ ચડત.

તે દિવસથી વિહારીલાલની પ્રતિષ્ઠા વધતી ચાલી. વકીલાત અને જાહેર જીવનમાં તેમણે ભારે કીર્તિ સંપાદન કરી; અને છેલ્લે છેલ્લે તેઓ સરકારમાં પ્રધાનની પદવીએ પણ પહોંચી ગયા હતા. જે રાજદ્રોહના મુકદ્દમાએ એક આરોપીને કાળા પાણીએ મોકલ્યો તે જ