પૃષ્ઠ:Pankaj.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કીર્તિ કેરા કોટડા : ૧૩૯
 


આ ત્રણે એક જ સ્થળે ઊતરવાના હતા. સ્ટેશન નજીક આવ્યું. મહાવીરે કહ્યું :

‘રાવબહાદુર, આપના પરિચયનો મેં દુરુપયોગ કર્યો છે. પુત્રીને જોઈ હું પાછો વગર પકડાયે પણ મારી બેડીમાં જ બેસી જઈશ. છતાં આપને મારી ખબર આપવી હોય તે હું આપને દોષ નહિ દઉં. મને પકડાવ્યાની કીર્તિ હજી પણ આપ મેળવી શકશો. સરકાર પ્રત્યે આપની એ ફરજ છે.'

રાવબહાદુરે જવાબ આપ્યો :

'તમે એ જ નાસી છુટેલા ગુનેગાર છો એમ કહેવા મારી પાસે પુરાવો નથી. તમારું એકલાનું કથન ચાલે નહિ.'

પરંતુ એ જવાબ કાયદેસર હોય તો પણ ખરો નહોતો. રાવબહાદુર રાજકીય કીર્તિના કોટડાની નશ્વરતા નીરખી રહ્યા હતા.

'ત્યારે હું આપની ઓથે છટકી જઈશ.’

'તે તમે જાણો.' રાવબહાદુરે કહ્યું.

મહાવીર જયંત તરફ ફર્યો અને બોલ્યો :

'ભાઈ જયંતકુમાર, તમે સાચના હિમાયતી છો. તમે પણ મારી વાત જાહેર કરી સચ્ચાઈની કીતિ સંપાદન કરી શકે છો.'

'હું તો અસહકારી છું. મારાથી સરકારને સહાય અપાય નહિ.' સરકારની જ ગાડીમાં મુસાફરી કરતા જયંતકુમારે દલીલ કરી. એ દલીલ, દલીલ તરીકે સાચી હશે; પરંતુ સચ્ચાઈના પૂજક તરીકે ગણાવા ઈચ્છતા એક યુવકને વિચાર આવ્યો કે માનવ સમુદાયની વાહવા ઉપર રચાતા કીર્તિકોટ શાશ્વત હશે ખરા ?

‘ત્યારે, ભાઈ જયંત્ કુમાર, બનશે તો હું તમારા જયઘોષને આધારે પણ છટકી જઈશ.' મહાવીરે કહ્યું.

'તમારી મરજી.' જયંતે કહ્યું અને સ્ટેશન આવ્યું.

જયંતકુમાર છૂટીને આવવાનો છે એ ખબર શહેરમાં થઈ ગયેલી હોવાથી સેંકડો ઉત્સાહી યુવક યુવતીઓએ સ્ટેશન ઉપર આવી હર્ષ