પૃષ્ઠ:Pankaj.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદા



ગામડાં શહેરો કરતાં વધારે કદરૂપાં છે એમ કહેનારે ગામડાંને ચાંદની રાત્રે નીરખવા જોઈએ. સરકારી કામકાજ સાંજે પૂરું કરી ચોરાની આગળના ચોગાનમાં હું આરામખુરશી ઉપર પડ્યો અને ચંદ્ર ઊગ્યો. ઊગતાં બરોબર ચંદ્ર કાંઈ આકર્ષક લાગે નહિ, એટલે મને ચંદ્રવિજ્ઞાન સાંભર્યું. એ તે ઍટલાંટિક મહાસાગરમાંથી ઊડેલો ગોળો ? પૃથ્વીએ ફેંકેલી તેજકણી? પૃથ્વીને એક મહાસાગર આપી પર્વતો અને નદીઓ સાથે નાસી ગયેલી એ પૃથ્વીદુહિતા? કે પૃથ્વીની અગ્નિમય સ્થિતિમાં જ ઊડી ગયેલો એ તણખો? તણખા તરીકે એ ઊડ્યો હોય તો પર્વતો અને નદીઓ પછીથી વિકાસ પામ્યાં હોય ! પરંતુ ચંદ્ર તો શીતમૂર્તિ બની ગયો છે ! ત્યાંના જવાળામુખી તો ટાઢા પડ્યા છે !

એકાએક શીતલ પવનની લહરી મારા દેહને સપર્શી ગઈ. મને કંપ થયો. થોડેક દૂર એક ડાકલું વાગતું હતું તે મારા સાંભળવામાં આવ્યું. ડાકલું ભયંકર અને કર્કશ અવાજ કરી રહ્યું હતું. મેં ચંદ્ર સામે જોયું. એ સુંદર તેજભર્યું આકાશમુખ હસતું હતું. તેના શાંત