પૃષ્ઠ:Pankaj.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬ : પંકજ
 


'પાણી અંદર પડવા જેવું છે. કંઈ કેટલી ય વહુવારુએ કૂવાનાં શરણ લીધાં છે.'

'અરે એમ હોય? ચાલો હું તમને ઘેર પહોંચાડું. આવી સુંદર સ્ત્રીને નજર આગળ કૂવે પડતી કેમ જોવાય?

'ના ભાઈ, ના. મને ઘરમાં કોઈ નહિ પેસવા દે.' તેણે કહ્યું.

'હું જોઉં છું કે કોણ તમને ઘરમાં પેસવા નથી દેતુ. હું અમલદાર છું; ધારીશ તે કરીશ.'

અમલદારો એમ જ માને છે. પરંતુ પેલી સ્ત્રીએ શંકા બતાવી.

'સાહેબ, હું ખરું કહું છું. નહિ માને !'

'શું તમારો વર એટલો બધો જુલમી છે?' મેં પૂછ્યું.

મારા પ્રશ્નમાં વરનો ઉલ્લેખ થતો સાંભળી તે સ્ત્રીની આંખમાં તેજ ઊભરાયાં અને તેના મુખ ઉપર લાલિત્યભરી લજજા છવાઈ. જાણે ચંદ્ર એના મુખમાં ઊઘડ્યો ન હોય !

શરમાતે મંજુલ સ્વરે તેણે જવાબ આપ્યો :

'મારો વર જુલ્મી ! ના, ના. હું તો ભવોભવ એને માગું છું.'

'ત્યારે તમારાં સાસુ કેવાં છે ?' યુવાન સ્ત્રીઓને કૂવેપડવાનું એક કારણ તેમની સાસુઓ હોય છે એ હું જાણતો હતો તેથી પૂછ્યું :

'ઠીક, બધે હોય છે એવાં.'

'ચાલો, ચાલો ગમે તેમ હશે તોય હું તમને ઘેર પહોંચાડીશ, અને તમારા કુટુંબીઓને સમજાવીશ.'

'એ બનવાનું નથી, સાહેબ !' એમ કહ્યા છતાં તે સ્ત્રીએ કુવામાંથી પગ બહાર કાઢ્યા, અને ધીમે રહી નીચે ઊતરી. તે મારી સાથે આવવા તત્પર થઈ.

એમ બન્ને ગામ તરફ ચાલવા લાગ્યાં. પેલી સ્ત્રી મારાથી સહજ પાછળ ચાલતી હતી. તેનો ઘૂમટો કાયમ હતો. માત્ર વચ્ચે વચ્ચે તે