પૃષ્ઠ:Pankaj.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦ : પંકજ
 


'રોયાને ફરી પરણાવ્યો તો ય ચંદાનું નામ મૂકતો નથી. એ તો ઝોડ થઈને વળગી છે.'

ઝાડ આગળ તો ચંદા નહોતી ! મેં આમતેમ જોયું પણ તેનો આકાર ક્યાં ય જોવામાં આવ્યો નહિ. હું મૂંઝાયો.

'ક્યાં છે ચંદા?' પેલા ગામડિયાએ પૂછ્યું :

'હું તો અહીં બેસાડીને આવ્યો હતો !'

'એ તો અલોપ થઈ ગઈ. બાપા !'

'એ કેમ બને? કૂવે પાછી ચાલી ગઈ હશે તો ?'

'કયે કૂવે?'

'આ રસ્તે; ખેતરને માથે છે તે કૂવે.'

'શા ઉપરથી આપ કહો છો?'

'તમને કહેવાનું મને કહ્યું હતું'.

'શું ?'

'કે ચંદા કૂવે બેઠી વાટ ભાળે છે.'

પેલા પુરુષનું મુખ એકાએક તંગ બની ગયું. મને ડર લાગ્યો કે એ ધૂણવા તો નહિ માંડે. તે નીચે બેસી ગયો, અને મુખ હાથમાં ઢાંકી ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો. બે પુરુષોને લઈ પેલી બાઈ ત્યાં આવી પહોંચી. ફાનસ લઈ મારા જમાદાર અને બે વરતણિયા પણ ત્યાં આવી પહોંચ્યા. પેલી બાઈ તથા તેની સાથેના પુરુષો ચંદાના વરને લગભગ ઊંચકીને લઈ જવા લાગ્યા.

મેં પૂછ્યું:

'કેમ આમ કરો છો ?'

'સાહેબ, જોયું નહિ વળગાડ છે તે ?'

અને એકદમ મારું ભાન જાગૃત થયું. મારા દેહમાં કંપ વ્યાપી ગયો. એનો વળગાડ મને તો નહિ વળગે ? મને એક જ વિચાર આમા આવ્યા કર્યો :

'શું મેં ભૂત જોયું ? ભૂત સાથે વાતો કરી ? આવી રૂપાળી