પૃષ્ઠ:Pankaj.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘેલછા : ૧૫૫
 


ચોરાને – ગુનેગારને સુધારવાનો પ્રત્યેકને હક્ક છે. તેને સારે રસ્તે ચડાવવો એ સહુની ફરજ છે. પરંતુ એ હક્ક અને એ ફરજ શું લગ્ન કરીને બજાવાય? વીણાની રસિકતાં ક્યાં ગઈ? વીણાના સંસ્કારો ક્યાં ઢંકાઈ ગયા? વીણાનું બંડખોરપાણું ક્યાં અલોપ થઈ ગયું? લગ્ન જે સ્ત્રીપુરુષનો પવિત્ર નહિ તો અંગત સહચાર વીણા સરખી સુંદરી એક કેદ ભોગવી આવેલા પુરુષની સાથે માંડે એ નવાઈ નહિ તો બીજું શું ? કંઈક ભણેલા, રૂપાળા, સંસ્કારી, વાચાળ, ભાવનાશીલ સ્ત્રીઓને સ્વરાજ્ય અપાવવા મથતા યુવાનો વીણાનો સહચાર સેવવા આતુર હતા. એ સર્વને વહેતા મૂકી વીણા એક શિક્ષા પામી તાજા છુટેલા કેદીની સાથે પરણી ગઈ ! આખો સમાજ નિરાશ થયો - એકલા યુવકો જ નહિ. સમાજે વીણા પાસે આજીવન કૌમારવ્રતની આશા રાખી હતી; સહુ સંસર્ગમાં આવનાર યુવાનોએ મોડાં વહેલાં લગ્નની આશા રાખી હતી, પરંતુ કેદી સાથે લગ્ન ?

વળી એ રાજદ્વારી કેદી હોત તો જુદી વાત હતી. રાજદ્વારી કેદમાં પ્રતિષ્ઠા રહેલી છે, ઉચ્ચ ભાવના રહેલી છે, દેશને માટે દુઃખ વેઠવાની મર્દાનગી રહેલી છે. પિકેટિંગ કરતાં, દિલ ઉછળતું રાજદ્રોહી ભાષણ કરતાં, મીઠાના અગર ઉપર હુમલો લઈ જતાં અગર પ્રભાત ફેરી કરતાં પકડાઈ સજા પામેલા કેદી સાથે વીણાએ લગ્ન કર્યું હોત તો તે સાર્થક ગણાત- કદાચ બોમ્બ બનાવતાં અગર ફેકતાં પકડાઈ ગયેલા બહાદુર યુવક તરફ વીણા આકર્ષાઈ હોત તો તે સ્વાભાવિક લાગત. પણ આ તો સામાન્ય કાયદાની કલમોને આધારે પકડાયેલા ચોરની સાથે વીણાએ લગ્ન કર્યું. માનવસ્વભાવની – કે સ્ત્રીસ્વભાવની વિચિત્રતા નહિ તો બીજું શું ?

પીયૂષ ભણેલો હતો એની નહિ ના નહિ ; પરંતુ એનું સામાન્ય ભણતર વીણાની તેજસ્વી કારકિર્દી આગળ કશા હિસાબમાં ન હતું. વીણાના પિતાને આશ્રયે ભણેલો પીયૂષ ઘરના આશ્રિત સરખો હતો. તે ભણી રહી નોકરીની શોધમાં ફરતો હતો. નોકરી મળે ત્યાં સુધી