પૃષ્ઠ:Pankaj.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘેલછા : ૧૫૭
 

વિગ્રહ કે ધરતીકંપના કાવનારા સમાચારની માફક વર્તમાનપત્રોમાં મોટા મોટા અક્ષરે એ વાત બહાર પડી અને પત્રકારોનો કાફલો એ લગ્ન કરનાર ઉપર તૂટી પડ્યો.

પત્રકારોની સાથે લાંબી વાત કરવાની પીયૂષે તો ના જ પાડી. તે એક જ જવાબ આપતો :

'વીણા લગ્નની માગણી કરે અને તેને ના કહે એ મૂર્ખ પુરુષ જગતમાં હોઈ શકે નહિ. મારા જેવાની સાથે વીણાએ લગ્ન કરવાનું કેમ ઈચ્છયું તે વીણાને પૂછો. મને પોતાને પણ એમાં સમજ પડતી નથી.

રવિ અને કવિ બન્ને જ્યાં ન પહોંચી શકે તે ગુપ્ત સ્થળે પહોંચી જનાર ખબરપત્રીઓએ વીણા ઉપર પ્રશ્નોની ઝડી વરસાવી.

'તમે લગ્ન કર્યું એ વાત ખરી ?' પત્રકાર પૂછતો.

'હા જી !' વીણા જવાબ આપતી.

'પીયૂષ સાથે આપનાં લગ્ન થયાં એમ કહેવાય છે એ ખરું છે?'

'હા, જી.'

'પીયૂષ કેદમાં હતો એ વાત ખરી ?'

'હા, જી'

'એ કેદની સજા ચોરીના ગુના માટે થઈ હતી ને ?'

'હા, એ જાણીતી વાત છે.'

'આપનાં જેવાં આગેવાન યુવતી એક ગુનેગાર સાથે લગ્ન કરે એ શું ઈચ્છવા યોગ્ય છે?'

'મને ઈચ્છવા યોગ્ય લાગ્યું માટે મેં લગ્ન કર્યું.'

'શા કારણે તમને એ લગ્ન ઈચ્છવા યોગ્ય લાગ્યું ?'

'એ મારો અંગત પ્રશ્ન હોઈ શકે; બીજાથી પૂછી શકાય નહિ.'

'આપ કેળવાયેલાં સન્નારી છો, આગેવાન છો, આપનું જીવન સાર્વજનિક હોઈ શકે, આપનું પ્રત્યેક કાર્ય સાર્વજનિક ગણાય.'

'તે ભલે; પણ મારું લગ્ન સાર્વજનિક બનાવવા હું માગતી