પૃષ્ઠ:Pankaj.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮ : પંકજ
 

નથી.'

'ગુનેગાર સાથેનાં લગ્નથી આપ સુખી થશો એમ ધારો છો?

'હું સુખી થવાની આશા તો રાખું છું.'

'પીયૂષના ક્યા ગુણથી આપ તેની તરફ આકર્ષાયાં?'

'એક તો હું મારી નવલકથા કે જીવનકથા લખીશ તેમાં વર્ણવી શકીશ.'

'આપનો એ જવાબ શું ઉડાવનારો નથી ?'

'કોણ જાણે ! પણ ભાઈ ખબરપત્રી, હું એક પ્રશ્ન આપને પૂછું ?'

'આપ પરણેલા છો ?'

'ના, જી.'

'ત્યારે આપને પીયૂષની અદેખાઈ તો નથી આવતી ને ?'

'આ પ્રશ્ન મને અને મારા પ્રતિષ્ઠિત ધંધાને અપમાન આપનારો છે.'

'બરાબર હું તમને અને તમારા પ્રતિષ્ઠિત ધંધાને અપમાન આપવાની અભિલાષા રાખું છું. આપની અને આપના ધંધાની મારફત હું એટલું જાહેર કરવા માગું છું કે પારકાં લગ્નની ચકચાર કરનાર્ પુરુષ પરણેલા હોય તો અસંતોષથી દાઝી ઊઠે છે. આપ જગતને જણાવી શકો છો કે મારાં થયેલાં લગ્નમાં હાલ હું કશો ફેરફાર કરવા માગતી નથી !'

ખબરપત્રીઓ કડવું મુખ કરી ચાલ્યા જતા, અને વીણાના વૈચિત્ર્ય વિષે, તેની નફટાઈ વિષે, રીતભાતની ખામી વિષે તીખાં વિવેચનો બહાર પાડતા. એ વિવેચનો વાંચી વીણા હસતી; પરંતુ પીયૂષને એ બધી ટીકા અસહ્ય બની જતી. તે અસ્વસ્થ બનતો, વ્યાકુળ બનતો અને ક્રોધ કે શોકને વશ થતો. એક દિવસ એક વર્તમાનપત્રમાં આવેલી ચર્ચા અડધી વાંચતા તેણે પત્ર વાળી દૂર ફેંકી દીધું. વીણા